હળવદમાં યુવાનની હત્યા કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધા બાદ કોર્ટમાં રજૂ કરતાં એક દિવસના રિમાન્ડ મંજુર.
![]()
હળવદના ભવાની નગર વિસ્તારમાં વેગડવાવ રોડ પર આવેલ નગરપાલિકાના આવાસ ના મકાન માં રહેતા ૨૧વર્ષનો યુવક લાલા ભાઈ ગોરધનભાઈ સારલા નામના શખ્સને મોબાઇલની ચોરી બાબતે એ જ વિસ્તારના રહેવાસી પકો નવલગીરીબાવાજી, રવિભાઈ ભુરા ભાઈ રબારી અને અનિલભાઈ જેરામભાઈ કોળી સહિતના ત્રણ શખ્સોએ ગત તારીખ ૨૯/૭ ના રોજ લાકડી વડે હુમલો કરી ને ગંભીર ઈજા પહોચાડી હતી જે ઘટના બાદ બે દિવસ બાદ લાલાભાઈ સારલા નુ મોત નીપજ્યું હતુ.
ત્યારે લાલાભાઈની માતા લાભુબેન પ્રદીપભાઈ દવે એ હળવદ પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો સામે હત્યાની હળવદ પોલીસમાં ફરિયાદ કરેલ જેની તપાસ હળવદ પોલીસના પી આઈ પી એ દેકાવાડીયા ચલાવી રહ્યા હતા જે માં ત્રણેય આરોપીને ને પોલિસ એ દબોચી લીધા હતા અને સરકાર ની ગાઈડલાઈન મુજબ કોરોના રિપોર્ટ અને કોર્નટાઇન સહિત ની પ્રક્રિયા બાદ સોમવારે કોર્ટમાં રજૂ કરતાં હળવદ પોલીસ સ્ટેશન ના પી આઈ દેકાવાડીયાએ ૩ દિવસના રિમાન્ડ માંગતા હળવદ કોર્ટે એ ૧ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા ત્યારે પોલીસે આવતી કાલે મંગળવારે ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરશે તેમ પોલીસ સુત્રો ઓ જણાવ્યું હતુ.
હળવદ .રમેશ ઠાકોર દ્વારા













402 thoughts on “હળવદમાં યુવાનની હત્યા કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધા બાદ કોર્ટમાં રજૂ કરતાં એક દિવસના રિમાન્ડ મંજુર.”
Comments are closed.