માળીયામિંયાણા ગ્રામ્ય પંથકમાં પોણા ત્રણ ઈંચ વરસાદ ખાબકી ગયો ઉભા મોલ પર કાચુ સોનું વરસ્યુ.
![]()

વેજલપર વિસ્તારમાં સવારથી શરૂ થયેલો વરસાદ બપોર સુધીમાં બે ઈંચથી વધુ વરસી જતા ખેતરો પાણી પાણી થઈ ગયા

માળીયામિંયાણાના ગ્રામ્ય પંથકમાં આજે વહેલી સવારે ગાજવીજ સાથે મેઘસવારી આવી પહોંચી હતી જે સવારથી સાંજના ૬ વાગ્યા સુધીમાં પોણા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો સવારથી ધીમીધારે વરસતા મેઘરાજાએ સાંજ સુધીમાં પોણા ત્રણ ઈંચ જેટલુ હેત વરસાવી ઉભા મોલ પર જાણે કાચુ સોનું વરસ્યુ હોય તેમ ખેડુતોમાં ખુશી જોવા મળી હતી ધીમીધારે પડેલા વરસાદથી મોલ પર કાચુ સોનુ વરસ્યું હોય અને જરૂરીયાત સમયે જ મેઘરાજાની મહેર થતા ઉભામોલ પર જાણે અમૃતરૂપી વરસાદ વરસ્યો હોય તેમ ઉંઘતા મોલને જીવનદાન મળ્યું હતુ આમ આજે દીવસ દરમિયાન પડેલા વરસાદથી ખેતરો પાણી પાણી થઈ ગયા હતા તો ખાખરેચી વેજલપર ગામ વચ્ચેના હોકળામાં પાણી ચાલુ થઈ ગયા હતા ધીમીધારે પડેલા પોણા ત્રણ ઈંચ જેટલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ચારેક દિવસથી મોરબી જિલ્લા ઉપર મેઘમહેર જોવા મળી રહી છે જે આજે માળીયા તાલુકા પંથકમાં અન્ય તાલુકાને બાદ કરતા આજે સૌથી વધુ માળીયા તાલુકામાં ૬૯ મીમી વરસાદ નોંધાયો હતો.
- ગોંડલની ગંગોત્રી સ્કૂલમાં વિદ્યાર્થીઓની રમતગમત પ્રતિભા છલકાઈ – Annual Sports Meet – 2025 નું ભવ્ય આયોજન.
- સતત ત્રીજા વર્ષે ગોંડલની ગંગોત્રી ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે ‘ગંગોત્રી યુથ બિઝનેસ કાર્નિવલ’ અને ‘વિન્ટર ફ્લેમ’નો ભવ્ય પ્રારંભ.
- પંજેતની રામરહીમ ગ્રુપ ગોંડલ દ્વારા ગરીબ અને નિરાધાર વ્યક્તિઓને ધાબળા વિતરણ કરવામાં આવ્યા.
- ગોંડલ પત્રકાર સંઘના નવનિયુક્ત હોદ્દેદારોનું ખોડલધામ મંદીર ખાતે ભવ્ય સન્માન.
- ગોંડલ શિવમ સાર્વજનીક ટ્રસ્ટના સભ્યો દ્વારા પત્રકાર સંધના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોનો સન્માન કાર્યક્રમ યોજાયો…













395 thoughts on “માળીયામિંયાણા ગ્રામ્ય પંથકમાં પોણા ત્રણ ઈંચ વરસાદ ખાબકી ગયો ઉભા મોલ પર કાચુ સોનું વરસ્યુ.”
Comments are closed.