૧૫% વિવેકાધીન જોગવાઈ અંતર્ગત ગોંડલ નગરપાલિકાના આશરે ૨૫ લાખના વિકાસ કામોને મંજૂરી.
![]()
રાજ્ય સરકાર તમામ નગરોમાં માળખાગત સુવિધાઓ પૂરી પાડવા કાર્યરત છે. જે અન્વયે તાજેતરમાં મળેલી જીલ્લા કાર્યવાહક આયોજન સમિતિની બેઠકમાં વર્ષ ૨૦૨૨-૨૩ માટે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ ગોંડલ નગરપાલિકા અંતર્ગત ૧૫% વિવેકાધીન નગરપાલિકા જોગવાઈ અંતર્ગત આશરે રૂ. ૨૫ લાખના કામો મંજુર કરવામાં આવેલ છે.

જેમાં ગોંડલ શહેરમાં જુદા જુદા ૪ સ્થળોએ લાઇટીંગ માટેના હાઈ ટાવરો ૧૦ લાખના ખર્ચે મુકવામાં આવશે. તેમજ રૂ. ૧૫ લાખના ખર્ચે સુરેશ્વર પાર્ક પાસે ગરનાળા તેમજ વોટર ડ્રેનેજનું કામ કરવામાં આવશે. ચીફ ઓફિસરશ્રી, ગોંડલ દ્વારા આ કામોનું અમલીકરણ કરવામાં આવશે. તેમ જીલ્લા આયોજન કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.












