માવતર વૃદ્ધાશ્રમ વીરપુર અને હરિઓમ વૃદ્ધાશ્રમ પીઠડીયા ને સવા લાખ ના તેલ રાશન ની ભેટ આપી.
![]()
ભગવતભૂમિ ગોંડલ ના નિવાસી અને એન.આર. આઇ. દાતા શ્રીએ માનવતા નો સાદ સાંભળીને વીરપુર ખાતે આવેલ માવતર વૃદ્ધાશ્રમ અને પીઠડીયા પાસે આવેલ હરિઓમ વૃદ્ધાશ્રમ માં આશરો લાઇ રહેલ ટોટલ 200 વડીલો ની સેવામાં બન્ને વૃદ્ધાશ્રમમાં થઈ ને 24 ડબ્બા સીંગતેલ,400 કિલો ખાંડ,80 કિલો બેશન અને 40 કિલો ચા સરખે ભાગે બન્ને વૃદ્ધાશ્રમ માં સવા લાખ ની કિંમતનું તેલ રાશન ગોંડલ ના સેવાભાવી હિતેશભાઈ દવે ના સહયોગ થી બન્ને વૃદ્ધાશ્રમ માં રૂબરૂ જઈને સંચાલકશ્રીઓને વડીલોની સેવામાં તેલ રાશન અર્પણ કરી વડીલ વંદના સાથે સામાજિક ઋણ ચૂકવવાનો નમ્ર પ્રયાસ કર્યો હતો.


સવા લાખના તેલ રાશન ની ભેટ વડીલોની સેવામાં અન્નક્ષેત્ર અને વૃધ્ધશ્રમ માં અર્પણ કરવા બદલ સંચાલકશ્રીઓ એ દાતાશ્રી નો આભાર વ્યક્ત કર્યો હતો.
ભગવતભૂમિ ના ગુણવંતા દાતાશ્રી દ્વારા અને હિતેશભાઈ દવે તથા સુધીરભાઇ ના સહયોગ થી બન્ને વૃદ્ધાશ્રમ માં સમયાંતરે અવારનવાર રાશન ની સેવા અર્પણ કરવામાં આવે છે…












