Gondal-Rajkot-ગોંડલનાં ભોજરાજપરા માંથી કલ્‍પેશ રાઠોડના ઘરમાંથી ૧૦૮ બોટલ દારૂ પકડાયોઃ ધરપકડ

ગોંડલ પોલીસે ભોજરાજપરામાં દરોડો પાડી રહેણાંક મકાનમાંથી ૧૦૮ બોટલ દારૂનો જથ્‍થો પકડી પાડી એક શખ્‍સને દબોચી લીધો હતો.

ગોંડલ ભોજરાજપરા શેરી નં. ર૮ માં રહેતા કલ્‍પેશ હસમુખભાઇ રાઠોડ તેના મકાનમાં દારૂનો જથ્‍થો ઉતારી વેચાણ કરતો હોવાની બાતમી મળતા પી. આઇ. એમ. આર. સંગાડીના માર્ગદર્શન હેઠળ પો. કો. વાઘાભાઇ આલ, શકિતસિંહ જાડેજા, તથા અમરદીપસિંંહ જાડેજા સહિતના સ્‍ટાફે રેઇડ કરી દારૂની બોટલ નંગ ૧૦૮ કિ. ૩ર,૪૦૦ સાથે કલ્‍પેશને ઝડપી લીધો હતો.

error: Content is protected !!