Dhoraji-Rajkot ધોરાજી પંથકમાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ વિરામ લીધા બાદ અચાનક જ આજરોજ ભારે બફારા બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ.
![]()
ધોરાજી પંથકમાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ વિરામ લીધા બાદ અચાનક જ આજરોજ ભારે બફારા બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ પડી ગયો હતો
ધોરાજીના જેતપુર રોડ ઉપર અનેક દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા તેમજ ધોરાજીના ત્રણ દરવાજા પીરખાના કુવા ચોક હોકળા કાંઠા રોડ સ્ટેશન રોડ નદી બજાર જન્માષ્ટમી મેળા ગ્રાઉન્ડ બહારપુરા વગેરે વિસ્તારોમાં રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા

આ સાથે ધોરાજી તાલુકાના મોટી મારડ સુપેડી ઝાઝમેર તોરણીયા વેગડી ફરેણી પાટણવાવ વિગેરે તાલુકાના ગામમાં પણ ભારે મેઘ સવારી જોવા મળી હતી
આજે બે કલાકમાં ચાર ઇંચ સીઝનનો કુલ વરસાદ 42 ઇંચ વરસાદ પડી ગયો છે આ સાથે ધોરાજીનો સફુરા ચેકડેમ પણ ત્રીજી વખત ઓવરફલો થયો હતો
રીપોર્ટર :-સકલૈન ગરાણા. ધોરાજી












