વિંછીયામાં ખેતરમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ! SOGએ રૂ.3.52 કરોડનો 705 કિલો ગાંજો ઝડપી પાડ્યો, 55 વર્ષીય સવશીભાઈ મીઠાપરા ઝડપાયા.

Loading

રાજકોટ ગ્રામ્ય SOGની મોટી કાર્યવાહી : વાડીમાં ગાંજાનું વાવેતર કરી શેડમાં સૂકવવામાં આવતો હતો જથ્થો, NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો.

રાજકોટ ગ્રામ્ય SOG શાખાએ વિંછીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છાસિયા ગામના જરદા સીમ વિસ્તારમાં આવેલી વાડીમાંથી 705 કિલો 490 ગ્રામ ગાંજાના લીલા છોડનો જથ્થો ઝડપી પાડ્યો છે. જપ્ત કરાયેલા ગાંજાની કિંમત રૂ.3,52,74,500 આંકવામાં આવી છે. આ મામલે સવશીભાઈ બચુભાઈ મીઠાપરા (ઉં.વ.55), રહે. છાસિયા ગામ, જરદા સીમ, તા. વિંછીયા,ની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસની પ્રાથમિક માહિતી મુજબ, આરોપીએ પોતાની વાડીમાં ગાંજાનું ગેરકાયદે વાવેતર કર્યું હતું તેમજ વાડીમાં આવેલા શેડમાં ગાંજાના છોડ સૂકવવા માટે રાખ્યા હતા. રાજકોટ ગ્રામ્ય SOGને મળેલી બાતમીના આધારે દરોડો પાડવામાં આવતાં ગાંજાના લીલા છોડનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી કુલ 705 કિલો 490 ગ્રામ ગાંજાના છોડ જપ્ત કર્યા હતા.

આ સમગ્ર કાર્યવાહી રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS)ના માર્ગદર્શન હેઠળ તથા રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર (IPS)ની સૂચના મુજબ કરવામાં આવી હતી. ગાંજાના ગેરકાયદે વાવેતર અને નશીલા પદાર્થોના કારોબાર સામે અસરકારક કાર્યવાહી કરવા આપવામાં આવેલી સૂચનાઓના ભાગરૂપે SOG દ્વારા આ દરોડો પાડવામાં આવ્યો હતો.

SOG શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એફ.એ. પારગી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી.જે. ઝાલા સહિતની ટીમ વિંછીયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ વેગડ અને ચંદુભાઈ પલાળીયાને મળેલી બાતમીના આધારે જરદા સીમ વિસ્તારમાં આવેલી વાડીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ગાંજાના છોડનો મોટો જથ્થો મળી આવતાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

આ મામલે વિંછીયા પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કાર્યવાહીમાં જોડાયેલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ

આ સમગ્ર કામગીરીમાં SOG શાખાના પો.ઇન્સ. એફ.એ. પારગી, પો.સબ.ઇન્સ. જી.જે. ઝાલા, એ.એસ.આઈ. પરબતભાઈ શામળા, ક્રિપાલસિંહ જાડેજા, ફિરોઝભાઈ બ્લોચ, રૂપકબહાદુર બોઘરા, પો.હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ વેગડ, ચંદુભાઈ પલાળીયા, નૈમિષભાઈ મહેતા, કલ્પેશભાઈ કોઠીવાર, ચિરાગભાઈ કોઠીવાર, પીયુષભાઈ આઘેરા, પો.કોન્સ્ટેબલ વિજયગીરી ગોસ્વામી, વિપુલભાઈ ગોહિલ, રણજીતભાઈ ધાધલ, રધુભાઈ ત્રક્તા, નિર્મળસિંહ ચુડાસમા, પૃથ્વીરાજસિંહ બાબરીયા અને પો.કોન્સ્ટેબલ ડો. નરશીભાઈ બાવળીયા જોડાયા હતા. જ્યારે એન્ટી નાર્કોટિક્સ વિંગના પો.હેડ કોન્સ્ટેબલ સુરપાલસિંહ જાડેજા તથા પો.કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ ગોહિલ અને લકીરાજસિંહ જાડેજાએ પણ આ કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

જપ્ત મુદ્દામાલ: 705 કિલો 490 ગ્રામ ગાંજાના લીલા છોડ, અંદાજિત કિંમત રૂ.3,52,74,500 (ત્રણ કરોડ બાવન લાખ ચુમોતેર હજાર પાંચસો રૂપિયા).

error: Content is protected !!