ગોંડલ તાલુકાના પાંચીયાવદરની સીમમાં LCBનો જુગારધામ પર દરોડો: તીનપત્તી રમતા 8 શખ્સો ઝડપાયા, રૂ.3.57 લાખનો મુદ્દામાલ કબજે.

Loading

ગોંડલ તાલુકાના પાંચીયાવદર ગામની સીમમાં ખેતરના મકાનમાં ચાલતા જુગાર પર રાજકોટ ગ્રામ્ય LCBની કાર્યવાહી; રોકડ, 8 મોબાઇલ અને 3 મોટરસાઇકલ સહિતનો મુદ્દામાલ જપ્ત

ગોંડલ તાલુકાના પાંચીયાવદર ગામની સીમમાં આવેલા ખેતરના મકાનમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની ખાનગી બાતમીના આધારે રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી જુગાર રમતા કુલ 8 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસની કાર્યવાહી દરમિયાન રોકડ રૂ.1,32,000, આઠ મોબાઇલ ફોન અને ત્રણ મોટરસાઇકલ સહિત કુલ રૂ.3,57,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસ મુજબ ખરેડા ગામના હરેશભાઈ ભગવાનજીભાઈ પઢારીયા પોતાના ખેતરના વાડી મકાનમાં બહારથી માણસોને બોલાવી સુવિધાઓ પૂરી પાડી ગંજીપત્તાના પાનાં વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમાડતા હોવાની બાતમી મળી હતી. જેના આધારે LCBની ટીમે દરોડો પાડતાં આઠ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા. તમામને પકડી ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યા હતા.

### ઝડપાયેલા આરોપીઓનાં નામ અને સરનામાં

* હરેશભાઈ ભગવાનજીભાઈ પઢારીયા (ઉં.વ.44) – રહે. ખરેડા, તા. કોટડાસાંગાણી.

* પરેશભાઈ ભીખાભાઈ પીપળીયા (ઉં.વ.44) – રહે. કોઠારિયા ગામ, સનાતન ચોક, પાણીના ટાંકા પાસે, રાજકોટ.

* પ્રવીણભાઈ લાખાભાઈ જાદવ (ઉં.વ.34) – રહે. પાંચતલાવડા, તા. કોટડાસાંગાણી.

* મોહિતભાઈ હરસુખભાઈ હરસોડા (ઉં.વ.27) – રહે. કોઠારિયા ગામ, સનાતન ચોક, પાણીના ટાંકા પાસે, રાજકોટ.

* રોહિતભાઈ લાલજીભાઈ ખુમાણ (ઉં.વ.28) – રહે. ખરેડા, તા. કોટડાસાંગાણી.

* નિખિલભાઈ લક્ષ્મણભાઈ પીપળીયા (ઉં.વ.36) – રહે. કોઠારિયા ગામ, પંચનાથ સોસાયટી, શેરી નં.3, રાજકોટ.

* ભગીરથભાઈ માવજીભાઈ સિંધવ (ઉં.વ.35) – રહે. ખરેડા, તા. કોટડાસાંગાણી.

* મહેશભાઈ મનજીભાઈ ચાવડા (ઉં.વ.42) – રહે. ખરેડા, તા. કોટડાસાંગાણી.

### કબજે કરાયેલ મુદ્દામાલ

* રોકડ રકમ રૂ.1,32,000

* મોબાઇલ ફોન નંગ-8, કિંમત રૂ.1,35,000

* મોટરસાઇકલ નંગ-3, કિંમત રૂ.90,000

* ગંજીપત્તાનાં પાનાં નંગ-52

* પાથરણું નંગ-1

કુલ મુદ્દામાલની કિંમત રૂ.3,57,000.

### LCBની કામગીરી કરનાર પોલીસ ટીમ

રાજકોટ ગ્રામ્ય LCBના પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી. રાવ તથા PSI એચ.સી. ગોહિલની આગેવાનીમાં ASI બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, ASI ઇન્દ્રસિંહ જાડેજા, ASI જયવિરસિંહ રાણા, ASI અનિલભાઈ ગુજરાતી, HC પ્રહલાદસિંહ રાઠોડ, HC ધર્મેન્દ્રભાઈ ચાવડા, HC ભગીરથસિંહ જાડેજા, HC રણજીતભાઈ બોરડ અને PC વિજયભાઈ ખડિયા સહિતની ટીમે આ કામગીરી કરી હતી.

રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય (IPS)ના માર્ગદર્શન હેઠળ રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર (IPS)ની સૂચના મુજબ LCB દ્વારા દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

error: Content is protected !!