સમઢીયાળા-થોરીયાળી રોડ પર એલસીબીનો દરોડો: 864 બોટલ વિદેશી દારૂ સાથે બે ઝડપાયા.
![]()
વિંછીયા: રાજકોટ ગ્રામ્ય એલસીબી પોલીસે વિંછીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સમઢીયાળા ગામથી થોરીયાળી જવાના રસ્તે ચોકડી પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ઇક્કો કારમાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ 864 બોટલો, જેની કિંમત રૂ.1,62,240 થાય છે, કબજે કરી બે વ્યક્તિઓની ધરપકડ કરી છે.
આ કામગીરી દરમિયાન પોલીસે પ્રદીપભાઈ હરિદાસભાઈ ગોંડલીયા (ઉ.વ.25, રહે. સરસાલી, તા. માંગરોળ, જી. જૂનાગઢ) અને જ્યોતિબેન અમરદાસ મેસવાણીયા (ઉ.વ.45, રહે. ટીંબાવાડી, જૂનાગઢ)ને ઝડપી પાડ્યાં છે. જ્યારે અર્જુનસિંહ કરણસિંહ ઝાલા (રહે. હુડકો સોસાયટી, રાજકોટ) અને અશ્વિનભાઈ બાવળીયા (રહે. બોટાદ)ને પકડવાના બાકી હોવાનું પોલીસ વિગતોમાં જણાવાયું છે.
પોલીસે વિદેશી દારૂ ઉપરાંત રૂ.50 હજારનો મોબાઇલ અને રૂ.3 લાખની ઇક્કો કાર સહિત કુલ રૂ.5,12,240નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે વિંછીયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS)ના માર્ગદર્શન અને રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર (IPS)ની સૂચના મુજબ દારૂ-જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ કામગીરી એલસીબી રાજકોટ ગ્રામ્યના પીઆઈ જે.પી. રાવના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચ.સી. ગોહિલ, કે.એમ. ચાવડા, આર.વી. ભીમાણી, પી.એન. ભરવાડ, એએસઆઈ બાલકૃષ્ણ ત્રિવેદી, અમિતસિંહ જાડેજા તથા પોલીસ સ્ટાફના ધર્મેશભાઈ બાવળીયા, જીતેન્દ્રભાઈ ગોહિલ, વાઘાભાઈ આલ, અમિતદાન સુરૂ, અશોકભાઈ ડાંગર અને કાળુભાઈ ધાધલ સહિતની ટીમે પાર પાડી હતી.












