હત્યા કે આત્મહત્યાઃ બિલિયાળા પાસેથી ગોંડલના યુવકની લાશ મળી : માથાના ભાગે ગંભીર ઈજા.
![]()
હિસાબ લેવા જઉં છું કહી ઘરેથી નીકળેલ પ્રતીક સૌંદરવા મોડી રાત સુધી પરત ન આવ્યો, પરીજનોએ શોધખોળ કરતાં મૃતદેહ મળી આવ્યોઃ આધારસ્તંભ પુત્રના મોતથી પરીવારમાં આક્રંદ.
ઘરેથી હિસાબ લેવા જવાનું કહી રાજકોટનીકળ્યા બાદ સાંજે યુવકનો ઈજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ બિલિયાળા નજીક ઝાડી ઝાંખરામાંથી મળતાં પરીજનો અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતી. માથામાં ઇજાના નિશાન જોવા મળતા યુવકની હત્યા થઈ કે કે તેને આત્મહત્યા કરી તે અંગે ભેદભરમ ઉભી કરતી ઘટનાનો ભેદ ઉકેલવા મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ સીવીલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. મૃતક યુવક હિસાબ લેવા જઉં છું કહી ઘરેથી નીકળ્યા બાદ મોડી રાત
સુધી પરત ન આવતાં પરિજનોની પરંતુ ફોન નો રીપ્લાય થતા શોધખોળમાં બનાવ સામે આવ્યો . હતો. બનાવ અંગે મળતી વિગત મુજબ ગોંડલના ભગવતીપરામાં વાછરા રોડ પર આવેલી ધારેશ્વર સોસાયટીમાં રહેતો પ્રતીક કિશોરભાઈ સોંદરવા (ઉ.વ.૨૭)નો યુવક ગત બપોરે ઘરેથી પોતાનું બાઈક લઈને હિસાબ લેવા જઉં છું કહી નીકળ્યા બાદ સાંજ સુધી પરત ન આવતા પત્નીએ જમવા માટે ફોન કર્યો હતો. ત્યારે યુવકે થોડી વારમાં આવું છું. તેમ કહ્યા બાદ પણ મોડી રાત સુધી પરત ન આવતા પત્નીએ ફરીથી ફોન કર્યો હતો.

પરિવારજનોએ લોકેશનના આધારે શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન બિલિયાળા પાસે ભારત પેટ્રોલ પંપ પાસેના ધાબા રોડ પર બાઈક જોવા મળતા પરિવારજનોએ તપાસ કરતા યુવક ઝાળી ઝાંખરામાં લોહી લુહાણ ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતા તાકીદે સારવાર માટે ગોંડલ લઇ જવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા બનાવની જાણ ગોંડલ તાલુકા પોલીસને થતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
યુવકના પરિવારે બનાવ અંગે શંકા વ્યક્ત કરતા મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
મૃતક પ્રતિક બે ભાઈ એક બહેનમાં મોટો હતો અને સંતાનમાં એક દીકરો છે, પોતે હોટેલ રિસોર્ટમાં માણસો સપ્લાય કરવાનું કામ કરતો હતો તેનો હિસાબ લેવાનો કોઈ પાસેથી હોય એ લેવા જવા માટે ઘરેથી નીકળ્યો હતો. યુવકનું મોત આકસ્મિક છે કે હત્યા થઈ એ ફોરેન્સિક રિપોર્ટ આવ્યે જ જાણી શકાશે. આધારસ્તંભ પુત્રના મોતથી પરીવારમાં કાળો કલ્પાંત છવાયો છે.












