એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યની મોટી સફળતા: 7 વર્ષથી હત્યા કેસ અને 6 વર્ષથી ઘરફોડ ચોરીમાં ફરાર અમરાભાઈ ઉર્ફે ઇકાભાઈ મીનામા ઝડપાયો.
![]()
PI જે.પી. રાવની આગેવાનીમાં એલ.સી.બી. ટીમે ગોંડલ-કોટડાસાંગાણી રોડ પરથી રીઢા આરોપીને દબોચ્યો…
રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.) એ ગંભીર ગુનાઓમાં છેલ્લા ઘણા વર્ષોથી નાસતા ફરતા રીઢા આરોપીને ઝડપી પાડવામાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય (IPS) અને રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર (IPS) ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ની ટીમે દાહોદ જિલ્લાના રહેવાસી અમરાભાઈ છત્રસિંહ ઉર્ફે ઇકાભાઈ મીનામાને ઝડપી પાડ્યો છે.
આરોપી અમરાભાઈ મીનામા દાહોદ જિલ્લાના જેશાવાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યા, રાયોટીંગ અને આર્મ્સ એક્ટ હેઠળના ગુનામાં છેલ્લા 7 વર્ષથી તેમજ કોટડાસાંગાણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 6 વર્ષથી ફરાર હતો. પોલીસ તપાસ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ગોંડલ-કોટડાસાંગાણી રોડ પર ધારેશ્વર ચોકડી નજીકથી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.

આરોપી:
અમરાભાઈ છત્રસિંહ ઉર્ફે ઇકાભાઈ મીનામા (ઉ.વ. 33), રહે. આંબલી ખજૂરિયા ગામ, મીનામા ફળિયું, તા. ગરબાડા, જી. દાહોદ.
કોટડાસાંગાણી પીજીવીસીએલ કચેરીમાં વર્ષ 2021 દરમિયાન થયેલી ઘરફોડ ચોરીમાં આરોપીએ સાગરિતો સાથે મળી કચેરીની તિજોરી તોડી રૂ.5.46 લાખથી વધુની રોકડ રકમ ચોરી કરી હતી. ઉપરાંત દાહોદ જિલ્લાના જેશાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2020 દરમિયાન થયેલા હત્યા કેસમાં આરોપીનું નામ તપાસ દરમિયાન ખુલ્યું હતું. આ બનાવમાં ફાયરિંગ કરીને એક વ્યક્તિની હત્યા તેમજ બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી.
પોલીસ તપાસમાં આરોપી સામે અગાઉ દાહોદ અને પંચમહાલ જિલ્લામાં ચોરી, ઘરફોડ ચોરી અને લૂંટ સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે.
આ સમગ્ર કામગીરી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના PI શ્રી જે.પી. રાવ, PSI કે.એમ. ચાવડા, PSI એચ.સી. ગોહિલ, PSI આર.વી. ભીમાણી, PSI પી.એન. ભરવાડ, ASI બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, ASI ઇન્દ્રસિંહ જાડેજા, ASI જયવીરસિંહ રાણા, ASI અનિલભાઈ ગુજરાતી, HC પ્રહલાદસિંહ રાઠોડ, HC ભગીરથસિંહ જાડેજા, HC ધર્મેન્દ્રભાઈ ચાવડા, PC વિજયભાઈ ખડિયા, ભાવેશભાઈ મકવાણા, વિજયભાઈ સિંધાર અને મીરલભાઈ ચંદ્રવાડિયાએ સફળતાપૂર્વક પાર પાડી હતી.












