રાજકોટ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો વિગતવાર કાર્યક્રમ જાહેર.

Loading

રાજકોટ મહાનગર પાલિકા૧૧ તા.પં.જિ.પં.,

ગોંડલ નગરપાલિકાની ચૂંટણીમાં ૨૦.૨૩ લાખથી વધુ મતદારો

૧૧ તાલુકા પંચાયતની કુલ ૨૦૨ બેઠકો,

જિ.પં.ની ૩૬ બેઠકો માટે ૧૧૮૬ મતદાન મથકો૯.૫૬ લાખ મતદારો

રાજકોટ મહાનગર પાલિકાના ૧૮ વોર્ડમાં ૯.૮૫ લાખ મતદારો૧૦૧૪ મતદાન મથકો

ગોંડલ નગરપાલિકાના ૧૧ વોર્ડમાં કુલ ૮૧,૪૭૧ મતદારો૮૬ મતદાન મથકો

૨૬મી એપ્રિલે મતદાન અને ૨૮મી એપ્રિલે મત ગણતરી થશે

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, તાલુકા તથા જિલ્લા પંચાયતો માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ રાજકોટ મહાનગરપાલિકાના ૧૮ વોર્ડ ઉપરાંત રાજકોટ જિલ્લા પંચાયતની ૩૬ બેઠકો, ૧૧ તાલુકા પંચાયતની ૨૦૨ બેઠકો તેમજ ગોંડલ નગરપાલિકાના ૧૧ વોર્ડની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ માટે મતદાન મથકો, બેઠકો, ઈ.વી.એમ., ફરજ પરના સ્ટાફ તથા મતદારોની વિગતો સ્થાનિક ચૂંટણી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી છે.

        રાજ્ય ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું જાહેરનામું ૬ એપ્રિલે પ્રસિદ્ધ થશે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ ૧૧ એપ્રિલ છે. ઉમેદવારી પત્રોની ચકાસણી ૧૩મીએ થશે અને ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ ૧૫મી એપ્રિલ છે. મતદાન ૨૬ એપ્રિલ ને રવિવારના રોજ સવારે ૭થી સાંજે ૬ સુધી થશે. જો જરૂર પડે તો પુન: મતદાન ૨૭મી એપ્રિલે થશે. મતગણતરી ૨૮મીએ થશે અને ૩૦મી એપ્રિલે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે.

        રાજકોટ મહાનગરપાલિકામાં કુલ ૧થી ૧૮ વોર્ડમાં કુલ ૯,૮૫,૯૫૨ મતદારો નોંધાયા છે. જેમાં ૫,૧૦,૦૮૬ પુરૂષ મતદારો, ૪,૭૫,૮૪૮ મહિલા મતદારો અને ૧૮ અન્ય મતદારોનો સમાવેશ થાય છે. શહેરમાં ૧,૦૧૪ મતદાન મથકો નક્કી કરાયા છે. ચૂંટણી પ્રક્રિયા માટે ૮,૯૪૮ કર્મચારીઓ તૈનાત રહેશે. મતદાન માટે ૧,૧૬૩ ઈ.વી.એમ. કંટ્રોલ યુનિટ (CU) અને ૨,૩૨૬ બેલેટ યુનિટ (BU) ફાળવવામાં આવ્યા છે. ચૂંટણીના સુચારૂ સંચાલન માટે વર્ગ-૧ કક્ષાના ૦૮ ચૂંટણી અધિકારીઓ અને વર્ગ-૨ કક્ષાના ૨૨ મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.   

        રાજકોટ જિલ્લા પંચાયતની ૩૬ બેઠકો અને ૧૧ તાલુકા પંચાયતોની ૨૦૨ બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે. જેના માટે કુલ ૧,૧૮૬ મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે અને ૮,૪૮૦ કર્મચારીઓને ચૂંટણી ફરજ પર મુકવામાં આવ્યા છે. મતદાન માટે ૨,૬૭૫ ઈ.વી.એમ. કંટ્રોલ યુનિટ અને ૨,૬૭૫ બેલેટ યુનિટનો ઉપયોગ કરવામાં આવશે. ચૂંટણી માટે વર્ગ-૨ કક્ષાના ૨૨ ચૂંટણી અધિકારીઓ અને વર્ગ-૩ કક્ષાના ૨૨ મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

        ગોંડલ નગરપાલિકાના ૧થી ૧૧ વોર્ડમાં કુલ ૮૧,૪૭૧ મતદારો છે, જેમાં ૪૨,૨૩૫ પુરૂષ અને ૩૯,૨૩૦ મહિલા તથા ૦૬ અન્ય મતદારો છે. નગરપાલિકામાં ૮૬ મતદાન મથકો માટે ૧,૭૦૨ કર્મચારીઓ ફાળવવામાં આવ્યા છે. અહીં ૧૧૩ ઈ.વી.એમ. કંટ્રોલ યુનિટ અને ૨૨૬ બેલેટ ચુનિટનો ઉપયોગ કરવામાં આવશે. ચૂંટણી માટે વર્ગ-૧ કક્ષાના બે અધિકારી તથા વર્ગ-૨ કક્ષાના બે અધિકારીને ફરજ સોંપવામાં આવી છે.

        સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પારદર્શિતા અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

(BOX) — ૧૧ તા.પં.ની ૨૦૨ બેઠકોજિ.પં.ની ૩૬ બેઠકો માટે ૧૧૮૬ મતદાન મથકો

        રાજકોટ તાલુકા-જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ માટે તાલુકાવાર વિવિધ વિગતો નીચે મુજબ છે:

રાજકોટ તાલુકા પંચાયતની ૨૨ બેઠક અને જિ.પં.ની ૦૬ બેઠકોની ચૂંટણી માટે ૧૭૨ મતદાન મથકો નક્કી કરાયા છે. કુલ ૧,૩૪,૪૮૨ મતદારો નોંધાયા છે.

        પડધરી તા.પં.ની ૧૬ અને જિ.પં.ની ૦૨ બેઠક માટે ૮૮ મતદાન મથકોમાં ૬૧,૫૯૫ મતદારો નોંધાયા છે.

        લોધિકા તા.પં.ની ૧૬ અને જિ.પં.ની ૦૨ બેઠક હેઠળ ૬૩ મતદાન મથકોમાં ૪૬,૬૦૨ મતદારો નોંધાયા છે.

        કોટડા સાંગાણી તા.પં.ની ૧૬ અને જિ.પં.ની ૦૨ બેઠક હેઠળ ૮૫ મતદાન મથકોમાં ૬૬,૦૭૫ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.

        ગોંડલ તા. પં. ૨૨ અને જિ.પં.ની ૦૫ બેઠક માટે ૧૬૮ મતદાન મથકો નક્કી કરાયા છે અને ૧,૩૯,૧૦૪ મતદારો નોંધાયા છે.

        જેતપુર તા.પં.ની ૨૦ અને જિ.પં.ની ૦૪ બેઠક હેઠળ ૧૨૪ મતદાન મથકોમાં ૧,૦૨,૦૩૭ મતદારો નોંધાયા છે.

        જામકંડોરણા તા.પં.ની ૧૬ અને જિ.પં.ની ૦૨ બેઠક માટે ૮૧ મતદાન મથકોમાં ૬૦,૭૦૨ મતદારો નોંધાયા છે.

        ધોરાજી તા.પં.ની ૧૬ અને જિ.પં.ની ૦૨ બેઠક માટે ૬૧ મતદાન મથકો નક્કી કરાયા છે અને ૫૧,૭૯૫ મતદારો નોંધાયા છે.

        ઉપલેટા તા.પં.ની ૧૮ અને જિ.પં.ની ૦૩ બેઠક સાથે ૯૧ મતદાન મથકો નક્કી કરાયા છે અને ૭૩,૯૭૩ મતદારો નોંધાયા છે.

        જસદણ તા.પં.ની ૨૨ અને જિ.પં.ની ૦૫ બેઠક માટે ૧૪૭ મતદાન મથકોમાં ૧,૨૪,૬૪૬ મતદારો છે.

        વિંછીયા તા.પં.ની ૧૮ અને જિ.પં.ની ૦૩ માટે ૧૦૯ મતદાન મથકોમાં ૯૫,૫૧૧ મતદારો છે.

        આમ ૧૧ તા.પં.ની કુલ ૨૦૨ બેઠક અને જિ.પં.ની ૩૬ બેઠક માટે ૧૧૮૯ મતદાન મથકો નક્કી કરાયા છે અને કુલ ૯,૫૬,૫૨૨ મતદારો નોંધાયા છે.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

(BOX) — ગોંડલ નગર પાલિકામાં ૧૧ વોર્ડમાં ૮૬ મતદાન મથકો૮૧,૪૭૧ મતદારો

        રાજકોટ જિલ્લાની ગોંડલ નગરપાલિકામાં ૧૧ વોર્ડમાં ૮૬ મતદાન મથકો નક્કી કરાયા છે અને ૮૧,૪૭૧ મતદારો નોધાયા છે. જેમાં ૪૨,૨૩૫ પુરુષ મતદારો, ૩૯,૨૩૦ મહિલા મતદારો અને ૦૬ અન્ય મતદારોનો સમાવેશ થાય છે.

        વોર્ડ નંબર ૦૧માં ૧૧ મતદાન મથકો ઉપર ૪,૮૩૬ પુરુષ અને ૪,૪૯૭ મહિલા મળીને કુલ ૯,૩૩૩ મતદારો નોંધાયા છે.

        વોર્ડ નંબર ૦૨માં ૦૭ મતદાન મથકો ઉપર ૩,૪૨૬ પુરુષ અને ૩,૨૨૬ મહિલા મળીને કુલ ૬,૬૫૨ કુલ મતદારો નોંધાયા છે.

        વોર્ડ નંબર ૦૩માં ૧૦ મતદાન મથકો ઉપર ૪,૬૬૮ પુરુષ અને ૪,૨૩૩ મહિલા મળીને કુલ ૮,૯૦૧ કુલ મતદારો નોંધાયા છે.

        વોર્ડ નંબર ૦૪માં ૦૮ મતદાન મથકો ઉપર ૩,૯૭૮ પુરુષ, ૩,૭૯૨ મહિલા અને ૦૬ અન્ય મળીને ૭,૭૭૬ કુલ મતદારો નોંધાયા છે.

        વોર્ડ નંબર ૦૫માં ૦૭ મતદાન મથકો ઉપર ૩,૧૩૯ પુરુષ, ૨,૮૮૬ મહિલા મળીને  ૬,૦૨૫ કુલ મતદારો નોંધાયા છે.

        વોર્ડ નંબર ૦૬માં ૦૬ મતદાન મથકો ઉપર ૩,૧૩૯ પુરુષ, ૨,૯૬૬ મહિલા મળીને કુલ ૬,૧૦૫ કુલ મતદારો નોંધાયા છે.

        વોર્ડ નંબર ૦૭માં ૦૬ મતદાન મથકો ઉપર ૩,૫૬૯ પુરુષ, ૩,૩૫૬ મહિલા મળીને ૬,૯૨૫ કુલ મતદારો નોંધાયા છે.

        વોર્ડ નંબર ૦૮માં ૦૮ મતદાન મથકો ઉપર ૪,૦૯૪ પુરુષ, ૩,૮૬૦ મહિલા મળીને  ૭,૯૫૪ કુલ મતદારો નોંધાયા છે.

        વોર્ડ નંબર ૦૯માં ૦૫ મતદાન મથકો ઉપર ૨,૭૨૧ પુરુષ, ૨,૫૪૦ મહિલા મળીને  ૫,૨૬૧ કુલ મતદારો નોંધાયા છે.

        વોર્ડ નંબર ૧૦માં ૦૯ મતદાન મથકો ઉપર ૪,૪૬૩ પુરુષ, ૪,૧૩૦ મહિલા મળીને  ૮,૫૯૩ કુલ મતદારો નોંધાયા છે.

        વોર્ડ નંબર ૧૧માં ૦૯ મતદાન મથકો ઉપર ૪,૨૦૨ પુરુષ, ૩,૭૪૪ મહિલા મળીને  ૭,૯૪૬ કુલ મતદારો નોંધાયા છે.

error: Content is protected !!