સ્થાનિક સ્વરાજ ચૂંટણીની સેમિફાઈનલમાં આવશે નવા નિયમો, જૂનાના પત્તા કપાશે.

Loading

જગદીશ વિશ્વકર્માનો લિટમસ ટેસ્ટઃ ત્રણ ટર્મના નિયમથી મનપા અને જિલ્લાઓમાં ૧૫ વર્ષથી સત્તા પર બિરાજમાન નેતાઓ ઘરભેગા થશે.

 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપના એક્શન પ્લાન અંગે મોટી ખબર બહાર આવી છે. ભાજપે ચૂંટણીમાં ટિકિટ આપવા અંગે નિયમો બનાવી લીધા છે. જે મુજબ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા એક પરિવાર એક હોદ્દોના નિયમ અપનાવશે. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા પ્રતિનિધિઓને ભાજપ ટિકિટ નહીં આપે. ગુજરાતમાં સ્થાનિક સ્વર-ાજ્યની ચૂંટણી લઈને ત્રણેય પાર્ટીઓ એક્ટિવ થઈ ગઈ છે. ભાજપમાંથી રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન ખુદ આ મામલે રસ દાખવી રહ્યાં છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપ માટે કરો યા મરો જેવી સ્થિતિ છે. ૩ દાયકાથી સત્તા ભોગવતા ભાજપ અને જગદીશ વિશ્વકર્મા માટે આ ચૂંટણીઓ અતિ અગત્યની છે. પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ આ પહેલી સૌથી મોટી ચૂંટણીઓ છે. સીઆર પાટીલે પ્રદેશઅધ્યક્ષ તરીકે પોતાનો દમ દેખાડડ્યો છે. હવે વારો જગદીશ વિશ્વકર્માનો છે. ગુજરાતમાં મોટાપાયે ભાજપ આ માટે આયોજન કરી રહ્યું છે. જગદીશ વિશ્વ કર્માએ સંગઠનમાં ફેરફાર કરી જૂના જોગીઓને પણ તક આપી છે હવે આ ચૂંટણીઓ વિશ્વકર્માનું કદ સાબિત કરશે. ભાજપના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કવાયત તેજ બની ગઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ભાજપ દ્વારા બિન સત્તાવાર શરૂ કરાઈ છે. પસંદગી પ્રક્રિયામાં જવાબદારોને ચોક્કસ પ્રકારની ગાઈડલાઈનમો કલાશે અને એ આધારે જ ઉમેદવારની પસંદગી કરાશે. હવે આ નવા નિયમો લાગુ થવાથી ભાજપમાં જૂના જૂથવાદને ખતમ કરવામાં અને નવી પેઢીના નેતાઓને તૈયાર કરવામાં મોટી મદદ મળશે. એવું બની શકે કે ત્રણ ટર્મના નવા નિયમોથી ૮ મનપામાંથી ૨૫થી ૪૦ ટકા વર્તમાન કોર્પોરેટરોના નામ કપાઈ જાય તો નવાઈ નહીં. સ્થાનિક સ્વર-ાજ્યની ચૂંટણી પહેલાં આ નવા નિયમો લાગુ થવાથી વર્ષોથી સત્તા પર ટકી રહેલા જૂના જોગીઓ માટે રસ્તો બંધ થશે. પરિણામે, ભાજપ સંગઠન અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નવા અને યુવા ચહેરાઓને તક મળશે. આનાથી એન્ટી-ઈકમ્બન્સી (સત્તા વિરોધી લહેર) ઘટાડવામાં મદદ મળી શકે છે.કોંગ્રેસને હંમેશાં ટકોરતી ભાજપ આ નિયમને અતિ મહત્વનો માને છે. એક પરિવાર એક હોદ્દો નિયમથી એવા નેતાઓને ફટકો પડશે જેમના પરિવારના અનેક સભ્યો કોર્પોરેશન, જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતમાં સક્રિય છે. એમને હવે ફરીથી

ટિકિટ મળવી એ મુશ્કેલ બની જશે. આ સિવાય પક્ષમાં માત્ર નેતા પુત્ર હોવાને બદલે મેરિટ અને કાર્યકરની મહેનતને વધુ મહત્વ મળશે. જેથી વર્ષોથી મહેનત કરતા કાર્યકરોને તક મળવાની સંભાવના વધી જશે, હાલમાં કાર્યકરો ચૂંટણી સમયે દોડાદોડી કરે છે પણ પક્ષના નેતા બનવાની તક વર્ષોથી પદ પર ચિટકીને બેઠેલાને જ મળે છે. જેથી ભાજપ ૩ ટર્મથી ચૂંટાતા કોર્પોરેટરોને ઘરનો રસ્તો દેખાડી દેશે.

જગદીશ વિશ્વકર્માએ ભાજપની શૈલી પ્રમાણે નિર્ણય તો લીધો છે પણ આ લોકલ સ્થાનિક સ્વર-ાજ્યની ચૂંટણી છે. વર્ષોથી ચૂંટાતા અને મજબૂત પકડ ધરાવતા નેતાઓની ટિકિટ કપાતા પક્ષમાં આંતરિક વિખવાદ કે બળવો થવાની શક્યતા પણ નકારી શકાય નહીં. જો આવા નેતાઓ અપક્ષ તરીકે અથવા અન્ય પક્ષમાં જોડાય, તો તે જે-તે બેઠક પર ભાજપના સમીકરણો બગાડી શકે છે. ભાજપ માટે આ કપરા ચઢાણ પણ સાબિત થઈ શકે છે. ભાજપ આ પહેલાં સરકારોને ઉથલાવી ચૂકી છે. સંગઠનમાં સ્પષ્ટ આદેશ છે કે વર્ષોથી કામ કરતા દરેક કાર્યકરને તક મળવી જોઈએ અને જૂના નેતાઓએ પોતાની સીટ ખાલી કરવી પડશે.

error: Content is protected !!