ગોંડલમાં બોર્ડની પરીક્ષાનો મંગલ પ્રારંભ: સંતોના આશીર્વાદ અને મોં મીઠું કરાવી પ્રવેશ.
![]()
આજથી ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે, જેમાં ગોંડલની ગંગોત્રી સ્કૂલ ખાતે 15 બ્લોકમાં 450 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
આ પ્રસંગે સતદર્શન આશ્રમના સ્વામી શુભાત્માનંદ સરસ્વતીજીએ ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા હતા.


ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કૂલના ફાઉન્ડર અને ચેરમેન સંદીપભાઈ છોટાળા, પ્રિન્સિપાલ કિરણબેન છોટાળા અને શિક્ષકોએ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી અને મોં મીઠું કરાવી ઉત્સાહપૂર્વક પરીક્ષા ખંડમાં પ્રવેશ અપાવ્યો હતો.


વિશેષમાં, પરીક્ષામાં પારદર્શિતા જળવાય તે હેતુથી સ્કૂલ દ્વારા ‘પશ્ચાતાપ પેટી’ મૂકવામાં આવી હતી, જેથી કોઈ વિદ્યાર્થી ભૂલથી પોતાની સાથે પ્રતિબંધિત સાહિત્ય લાવ્યા હોય તો તે કોઈ પણ ડર વગર ત્યાં જમા કરાવી શકે.












