ગોંડલ કોલેજ ચોક પાસેથી અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો: પોલીસ દ્વારા વાલીવારસોની શોધખોળ.

Loading

ગોંડલ શહેરના કોલેજ ચોક, તુલસીબાગના દરવાજા પાસે થી એક આશરે 50 વર્ષીય અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે.ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતકના વાલીવારસોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.પ્રાપ્ત વિગતો મુજબ, ગત તારીખ 09/02/ 2026 ના રોજ રાત્રે 9.30 કલાક પહેલા કોઈ અગમ્ય કારણોસર આ પુરુષનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસને જાણ થતા ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૯૪ મુજબ અકસ્માતે મોત (નં. ૦૬/૨૦૨૬) નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

મૃતકનું વર્ણન અને ઓળખ

પોલીસને તપાસ દરમિયાન મૃતક પાસેથી ગોંડલ સરકારી હોસ્પિટલનો એક કેસ રિપોર્ટ મળી આવ્યો છે, જેમાં તેમનું નામ *’નાનજીભાઈ પટેલ’* લખેલું છે.

મૃતકનું વર્ણન નીચે મુજબ છે:

ઉંમર: આશરે 50 વર્ષ
દેખાવ: શ્યામવર્ણ, માથામાં ટૂંકા સફેદ વાળ અને સફેદ દાઢી.
કપડાં: કેસરી કલર જેવો ફૂલવાળો શર્ટ અને ભૂખરા કલરનું લીટીવાળું પેન્ટ પહેરેલ છે.

હાલ મૃતદેહને ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે.

પોલીસની અપીલ

આ ફોટામાં દેખાતા વ્યક્તિ અથવા તેમના પરિવાર વિશે કોઈ પણ પ્રકારની જાણકારી મળે તો નીચે આપેલા નંબર પર તાત્કાલિક સંપર્ક કરવા ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા વિનંતી કરવામાં આવી છે.

સંપર્ક નંબર: ૬૩૫૯૬ ૨૫૭૦૯ / ૯૭૨૪૯ ૨૯૮૯૭
તપાસ અધિકારી: એસ.વી. ડાંગર (પી.એસ.આઈ.) – ૯૭૨૩૪ ૫૦૨૧૬

error: Content is protected !!