ગોંડલ, જેતપુર અને ભાયાવદરમાં ટ્રાફિક બ્રિગેડ માટે માનદ સેવકની ભરતી :ગોમટા ટ્રાફિક શાખા ખાતે ૨૫ ફેબ્રુઆરી સુધીમાં ફોર્મ જમા કરાવવાનું રહેશે.

Loading

જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ, રાજકોટ ગ્રામ્ય દ્વારા સંચાલિત ટ્રાફિક બ્રિગેડ માટે માનદ સેવા આપવા ઇચ્છતા પુરૂષ તથા મહિલા મળીને કુલ ૨૦ ઉમેદવારોની નગરપાલિકા વિસ્તારમાં ટ્રાફિક નિયમનની કામગીરી માટે આગામી માસમાં કરાશે. જે અન્વયે ગોંડલ નગરપાલિકા વિસ્તારમાં ૦૯, જેતપુર નગરપાલિકા વિસ્તારમાં ૦૮ અને ભાયાવદર નગરપાલિકા વિસ્તારમાં ૦૩ માનદ સેવકોની ભરતી કરાશે.

લાયકાત :

        ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ૩૫ વર્ષ, અભ્યાસ ધોરણ ૧૦ પાસ, ઉંચાઇ પુરૂષ ઉમેદવાર માટે ૦૫ ફીટ ૦૫ ઇંચ, મહિલા ઉમેદવાર માટે ૦પ ફીટ હોવી જોઈએ. પુરૂષ ઉમેદવાર માટે ૮૦૦ મીટર દોડ ૦૪ મિનીટમાં અને મહિલા ઉમેદવાર માટે ૪૦૦ મીટર દોડ ૨.૫ મિનીટમાં પૂરી કરવાની રહેશે. એન.સી.સી., એન.એસ.એસ., આર.એસ.પી. વગેરે પ્રવૃતિ કરેલા તથા આર્મી, પોલીસ ભરતી પ્રક્રિયામાં ઇન્ટરવ્યુ પાસ કરેલા ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે.

ફોર્મ મેળવવાના સ્થળ :

(૧) ગોમટા ટ્રાફિક શાખા, ચરખડી પાટીયા પાસે, નેશનલ હાઇ-વે રોડ

(૨) ગોંડલ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન

(૩) ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન

(૪) જેતપુર સીટી પોલીસ સ્ટેશન

(૫) જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન

(૬) ભાયાવદર પોલીસ સ્ટેશન

ફોર્મ મેળવવાની તારીખ : ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૬થી ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૬ (સવારે ૦૯.૩૦ કલાકથી સાંજે ૦૬.૩૦ કલાક સુધી)

ફોર્મ ભરી જમા કરાવવાની છેલ્લી તારીખ : ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ સાંજે ૦૬.૦૦ કલાક સુધીમાં

ફોર્મ જમા કરાવવાનું સ્થળ : ગોમટા ટ્રાફિક શાખા, ચરખડી પાટીયા પાસે, નેશનલ હાઇ-વે રોડ

ભરતી સ્થળ : માઉન્ટેન પોલીસ ગ્રાઉન્ડ, જિલ્લા જેલની પાછળ, રાજકોટ

ભરતી તારીખ : ૦૫ માર્ચ, ૨૦૨૬

        કોઇ ગુનો નોંધાયેલો ન હોય અને તબીબી દ્રષ્ટીએ શારીરિક રીતે સક્ષમ ખોડ-ખાંપણ વગરના ઉમેદવારોએ ફોર્મ મેળવી સ્વહસ્તાક્ષરમાં ભરવાનું રહેશે. આ ફોર્મ પાસપોર્ટ સાઇઝના ફોટા, જે-તે વિસ્તારના રહેઠાણના પુરાવામાં આધાર કાર્ડ, રાશન કાર્ડ, ચુંટણી કાર્ડની સ્વપ્રમાણિત નકલો અને કોઇ ગુનો નોંધાયેલ નથી તેના પ્રમાણપત્ર સાથે તા. ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ના સાંજે ૦૬ કલાક સુધીમાં પહોંચાડવાનું રહેશે. પસંદ થયેલા ઉમેદવારોને માનદ સેવા પેટે ફરજની જગ્યા પર આવવા-જવા અને ચા-નાસ્તાના ખર્ચ પેટે પ્રતિ દિવસ રૂ. ૪૫૦ રાજકોટ જિલ્લા ટ્રાફિક એજ્યુજેશન ટ્રસ્ટ, દ્વારા અપાશે, તેમ રાજકોટ જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટની યાદીમાં જણાવાયું છે.

error: Content is protected !!