એશિયાટીક એન્જી. કેમ્પસ તથા કાઠીયાવાડ ગાડલીયા લુહાર સમાજના સંયુક્ત ઉપક્રમે સામાજિક સમરસતા અને વિરોચિત સન્માનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો.

Loading

આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના ઉપ પ્રમુખ રમેશભાઈ ધડુક, રાજકોટ જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ પ્રફુલ્લભાઈ ટોળીયા, આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના અધ્યક્ષ જીજ્ઞેશ કાલાવડીયા, એશિયાટીક કોલેજ ના સ્થાપક પ્રમુખ ગોપાલભાઈ ભુવા, ભગતસિંહ ક્રાંતિ દળના પ્રદેશ અધ્યક્ષ જે.પી. જાડેજા કાઠીયાવાડ ગાડલીયા લુહાર સમાજના અધ્યક્ષ દેવરાજ રાઠોડ, અરવિંદભાઈ રામાણી સહીત એશિયાટીક કેમ્પસ ની મેનેજમેન્ટ ટીમ ના હિરેન ભાઈ ભાલોડીયા અને અમિત ભાઈ કોઠારી ઉપસ્થિત રહ્યા હતા.


આ તકે રમેશભાઈ ધડુક નું વિરોચિત સન્માન કરી ગોપાલભાઈ ભુવા એ સમગ્ર સૌરાષ્ટ્ર મા ઉચ્ચ શિક્ષણ દ્વારા સામાજિક સમરસતા કઈ રીતે કેળવી શકાય અને ગોંડલ ખાતે ની એશિયાટીક એન્જી. કોલેજ એમાં કઈ રીતે સફળ રહી છે તૅ બાબતે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું તથા કાઠીયાવાડ ગાડલીયા લુહાર સમાજના અધ્યક્ષ દેવરાજ રાઠોડ દ્વારા સમગ્ર સમાજનો આભાર વ્યક્ત કરી સમાજને એકત્રિત અને સંગઠિત રહેવા હાકલ કરવામાં આવી હતી.

 

આ કાર્યક્રમ દરમિયાન એશિયાટીક એન્જી. કેમ્પસના યુવા ઈજનેરો દ્વારા જી.ટી.યુ. 100 મા થી 100% મેળવી એન્જિનિયરિંગ મા રાજ્યભર માં પ્રથમ સ્થાન મેળવનાર મેઘનાથી માનવ નું અને 90% થી 99% મેળવનાર કુલ 14 વિદ્યાર્થી ઓ દ્વારા કરવામાં આવેલા ઉમદા શૈક્ષણિક પરફોર્મન્સ બદલ સન્માનપત્ર આપી ઉત્સાહવર્ધન કરવામાં આવ્યું હતું. મહેમાનોએ વિદ્યાર્થીઓના પરિશ્રમ અને સિદ્ધિઓને સમાજ માટે પ્રેરણાદાયી ગણાવી અભિનંદન પાઠવ્યા હતા.

આ કાર્યક્રમ મા આગામી સમયમાં ગાડલીયા લુહાર સમાજના લોકો માટે સ્ટ્રીટ વેન્ડર એક્ટ હેઠળ ફેરીયા કાર્ડ તેમજ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે વ્યાપક મુહિમ શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. સાથે જ ધાર્મિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે મહાશિવરાત્રી મેળામાં અન્નક્ષેત્ર, દ્વારકા ખાતે ધજા અને યજ્ઞ, ભાગવત સપ્તાહ તથા સમૂહ લગ્ન જેવા કાર્યક્રમો આયોજિત કરી સમાજમાં સામાજિક તથા ધાર્મિક જાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે.
​આ સામાજિક સંમેલનમાં ગાડલીયા લુહાર સમાજના લોકો મોટી મારડ, મંડલીકપુર, ભેંસાણ, બોટાદ, ઢસા, જસદણ, આટકોટ, મોવીયા, રાજકોટ, મવડી, વિરપુર સહિત વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જે સમાજની એકતા અને સંગઠનશક્તિ દર્શાવે છે.આ અવસરે પ્રાચીન લોક સાહિત્યકાર દાદુભાઈ ગઢવી દ્વારા સામાજિક મુદ્દાઓ પર આધારિત ચારણી સાહિત્યની ભાવસભર જમાવટ રજૂ કરવામાં આવી હતી, જેને ઉપસ્થિત શ્રોતાઓએ ભારે આવકાર આપ્યો હતો.
​કાર્યક્રમ નું સંચાલન અશોકભાઈ શેખડા તથા જાહન્વી બેન પંડ્યા દ્વારા કરવા મા આવ્યું હતું તથા આ કાર્યક્રમ ને વિશિષ્ટ ઓપ આપવા માટે એશિયાટીક કેમ્પસ ના પ્રોફેસર અને સ્ટાફ સર્વે શ્રી દીપ સાકરીયા, અક્ષય ડાભી,ચિરાગ લીલા,બંસી ભાણવડિયા, રાહુલ મકવાણા, ભરત ઘેડીયા, આકાશ ચુડાસમા, રાહુલ જમોડ, દિપક સસલા, શ્રુતિ માનસરા, તીર્થ જોષી,કૃણાલ લાઠીગરા,યોગેશ ઠુંમર, પ્રતીક સરવૈયા, જાહન્વી રામાણી,પ્રદીપ વેગડવા, ખ્યાતિ કાલરીયા સહીત ના એ જેહમત ઉઠાવી હતી.

error: Content is protected !!