ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ૭૭મો પ્રજાસત્તાક દિવસ..
![]()
ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ૭૭મો પ્રજાસત્તાક દિવસ ભવ્યતા અને દેશભક્તિની ભાવનાથી ઉજવાયો. પ્રજાસત્તાક પર્વએ માત્ર ધ્વજવંદનનો કાર્યક્રમ નથી, પણ આપણા બંધારણ અને લોકશાહીના મૂલ્યોને યાદ કરવાનો દિવસ છે.એની ઝાંખી ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલના કાર્યક્રમમાં જોવા મળી.

આ પ્રસંગે સ્પેનથી આવેલા વિશિષ્ટ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. જે હરમોંગ આશ્રમના ઉદ્ઘાટન માટે ભારતમાં આવ્યા હતા. તેમના સંબોધનમાં તેમણે જણાવ્યું કે ભારતની સૌથી મોટી સંપત્તિ તેની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસામાં છે—અધ્યાત્મ, યોગ, ધ્યાન અને પરંપરાઓ—જે આપણને વિશ્વથી અલગ બનાવે છે. તેમના શબ્દોએ સૌને ગર્વની લાગણીથી ભરી દીધા અને આ વારસાને જાળવી રાખવાની જવાબદારીની યાદ અપાવી.કાર્યક્રમની શરૂઆત મહેમાનોના NCC કેડેટ્સ દ્વારા એસ્કોર્ટિંગથી થઈ. ત્યારબાદ ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કૂલ્સના સ્થાપક અને અધ્યક્ષ શ્રી સંદીપ છોટાળા સરે ધ્વજ લહેરાવ્યો અને સૌએ સલામી આપી રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ આગળ વધ્યો.ગ્રેડ 4 અને 5ના વિદ્યાર્થીઓએ દેશભક્તિથી ભરપૂર નૃત્ય પ્રસ્તુત કર્યું.ગ્રેડ 8ની સોલંકી અર્પિતા દ્વારા સામાજિક સુધારક સાવિત્રીબાઈ ફુલેના જીવન પર આધારિત મોનોલોગ રજૂ કરવામાં આવ્યો, જેનાથી સૌને એવું લાગ્યું કે જાણે સાવિત્રીબાઈ પોતે હાજર હોય.ગ્રેડ 6 થી 8ના વિદ્યાર્થીઓએ સંગીત પ્રસ્તુતિ આપી.

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન રિતિકા વાયા અને હિતાંશીએ કર્યું, જેમાં તેમણે સ્વાતંત્ર્ય સેનાનીઓના સંઘર્ષ અને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે જીવવાનો ગૌરવસભર અનુભવ રજૂ કર્યો.ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કૂલ્સના સ્થાપક અને અધ્યક્ષ શ્રી સંદીપ છોટાળા સરે સૌને પ્રેરણા આપી કે ભારતીય હોવું એ ગૌરવની વાત છે અને આપણો સંસ્કૃતિક વારસો આગળ લઈ જવો અને તેનું સંરક્ષણ કરવું આપણી ફરજ છે.
આ વિશેષ પ્રસંગે અમારા કેમ્પસ ડિરેક્ટર શ્રી દિપેન છોટાળા સરે, લંડનમાં આયોજિત IIMUNમાં ભાગ લેવા ગયેલા ચાર વિદ્યાર્થીઓ સાથે, ભારતીય દૂતાવાસ ખાતે ધ્વજ લહેરાવીને પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી—જે દેશપ્રેમની સરહદો પાર કરતી અવિસ્મરણીય ક્ષણ બની.












