“સીમા, સાગર અને આકાશના રક્ષકની થીમ પર એશિયાટીક કોલેજ ખાતે ઉજવાયો ગણતંત્ર દિન”
![]()
દેશના ૭૭ માં ગણતંત્ર દિવસે ગોંડલ ખાતે “એશિયાટીક એન્જીનિયરિંગ કોલેજ” ના વિદ્યાર્થીઓ દ્વારા સીમા, સાગર અને આકાશના રક્ષક ની થીમ પર ૨૬ જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસની ઉજવણી અત્યંત ઉત્સાહ અને દેશભક્તિભાવ સાથે કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં એશિયાટીક એન્જી. કોલેજ ના સ્થાપક “શ્રી ગોપાલભાઈ ભુવા“ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી અને રાષ્ટ્રગાન સાથે થઈ હતી. બાદમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફગણ દ્વારા દેશભક્તિ ગીતો, ભાષણો તથા સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ભારતના બંધારણના મૂલ્યો, એકતા અને લોકશાહીની મહત્તા ઉજાગર કરવામાં આવી. આ ઉજવણીએ સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને સ્મરણ કરાવી અને સૌને દેશના આદર્શોને નિષ્ઠાપૂર્વક અનુસરવાની પ્રેરણા આપી હતી. વધુમાં એન્જીનિયરિંગ ક્ષેત્રમાં સૌથી મોટી યુનિવર્સિટી ગણાતી, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની ફાઇનલ યરની એક્જામમાં ૧૦ માથી ૧૦ SPI મેળવનાર વિદ્યાર્થી મેઘનાથી માનવ મહેશગીરી, કે જેને સમગ્ર સૌરાષ્ટ્રમાં યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંક મેળવી સંસ્થાનું નામ રોશન કરેલ છે તેને તથા ૯.૫ ઉપર SPI મેળવનાર વિદ્યાર્થીઓ મેવાડા રોહિત (૯.૮૬ SPI), ડાંગર રંજુ (૯.૬૩ SPI), કિંડરખેડીયા નિકુંજ (૯.૬૩ SPI), વાજા દિવ્યેશ (૯.૫૨ SPI) અને જાડેજા ચંદ્રદીપસિંહ (૯.૫૨ SPI) સહિતનાને સંસ્થાના સ્થાપક શ્રી ગોપાલભાઈ ભુવા હસ્તે સન્માનીત કરી બિરદાવી તેમજ પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવેલ.
ભારતીય સેના, ભારતીય નૌકાદળ અને ભારતીય વાયુસેના દેશની સુરક્ષા અને સંપ્રભુતાના મજબૂત સ્તંભો છે. સેના જમીન પર દેશની સરહદોની રક્ષા કરે છે, નૌકાદળ સમુદ્ર માર્ગોની સુરક્ષા અને દરિયાઈ સીમાઓની દેખરેખ રાખે છે, જ્યારે વાયુસેના આકાશમાંથી દેશની રક્ષા કરીને આપત્તિના સમયે ઝડપી સહાય પૂરી પાડે છે. ત્રણે દળો એકતાપૂર્વક કાર્ય કરીને રાષ્ટ્રની અખંડિતતા જાળવે છે અને દેશવાસીઓમાં સુરક્ષા અને ગૌરવની ભાવના જગાવે છે. તે બાબતે માર્ગદર્શન પૂરું પાડ્યુ હતું. આ કાર્યક્રમમાં સંસ્થાની મેનેજમેન્ટ ટીમના શ્રી હિરેનભાઈ ભાલોડીયા, શ્રી અમિતભાઈ કોઠારી, શ્રી દીપભાઈ સાકરીયા, તેમજ ચિરાગભાઈ લીલા, અક્ષયભાઈ ડાભી, ભરતભાઇ, રાહુલભાઈ મકવાણા, આકાશભાઈ, બંસીબેન, જાનવીબેન પંડ્યા, જાનવીબેન રામાણી, ધ્રુવીબેન, રાહુલભાઈ જમોડ, કૃણાલભાઈ, પ્રતિકભાઈ, તીર્થભાઇ, પ્રદીપભાઇ, દીપકભાઈ, શ્રુતિબેન, ક્રિષ્નાબેન વગેરે સ્ટાફગણ દ્વારા વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં આજનો દિવસ ઉજવવામાં આવ્યો હતો.












