ગોંડલની ગંગોત્રી સ્કૂલ ખાતે સ્કાઉટ-ગાઈડ કેડેટ્સ દ્વારા ‘વિવેકાનંદ જયંતિ’ની ઉત્સાહભેર ઉજવણી…
![]()
સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ એટલે કે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે ગોંડલની ગંગોત્રી સ્કૂલ ખાતે સ્કાઉટ અને ગાઈડ કેડેટ્સ દ્વારા પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સ્કાઉટ-ગાઈડના કેડેટ્સને સ્વામી વિવેકાનંદના જીવન સંઘર્ષો, તેમના ક્રાંતિકારી વિચારો અને યુવા શક્તિ અંગે વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સાથે સાથે કેડેટ્સ દ્વારા સ્વામીજીના જીવન પ્રસંગો તથા તેમના પ્રખ્યાત સૂત્રો, જેમ કે “ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો”, વિષે પોતાના વિચારોથી કાર્યક્રમને અસરકારક બનાવવામાં આવ્યો હતો.


કાર્યક્રમ દરમિયાન સ્કાઉટ-ગાઈડના મૂલ્યો અનુસાર કેડેટ્સે સ્વામી વિવેકાનંદના માર્ગે ચાલીને શિસ્ત, સેવા અને રાષ્ટ્રભક્તિના ભાવ સાથે રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે શપથ લીધા હતા.

આ પ્રસંગે સ્કૂલના માર્ગદર્શક શિક્ષકોએ જણાવ્યું હતું કે સ્વામી વિવેકાનંદના વિચારો આજના યુવા વર્ગ માટે દીવાદાંડી સમાન છે અને વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરવાનો મુખ્ય હેતુ રાખીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અંતે ગંગોત્રી સ્કૂલના ચેરમેન અને ફાઉન્ડર સંદીપસર છોટાળા તથા આચાર્ય શ્રીમતી કિરણ મેડમ છોટાળાએ સ્કાઉટ-ગાઈડ કેડેટ્સના આ પ્રયાસને બિરદાવ્યો હતો.












