સતત ત્રીજા વર્ષે ગોંડલની ગંગોત્રી ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે ‘ગંગોત્રી યુથ બિઝનેસ કાર્નિવલ’ અને ‘વિન્ટર ફ્લેમ’નો ભવ્ય પ્રારંભ.

Loading

ગોંડલ-જેતપુર નેશનલ હાઇવે પર જામવાડી ગામ નજીક આવેલી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા ગંગોત્રી ઈન્ટરનેશનલ સ્કૂલ (GIS) ખાતે આજથી બે દિવસીય GYCB – ગંગોત્રી યુથ બિઝનેસ કાર્નિવલ અને વિન્ટર ફ્લેમ (સ્પોર્ટ્સ મીટ) નું અત્યંત ઉત્સાહભર્યા વાતાવરણમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. 27 અને 28 ડિસેમ્બર દરમિયાન આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની સંચાલન શક્તિ અને ખેલદિલીનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે.

યુવા ઉદ્યોગસાહસિકોનું પ્લેટફોર્મ GYCB

આ બિઝનેસ કાર્નિવલની સૌથી મોટી વિશેષતા એ છે કે તેનું સંપૂર્ણ સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. શાળાના અંદાજે 145 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈને કુલ 31 બિઝનેસ સ્ટોલ્સ ઊભા કર્યા છે. જેમાં નવીન બિઝનેસ આઈડિયાઝ અને સ્ટાર્ટઅપ કોન્સેપ્ટ્સ, વિવિધ ફૂડ સ્ટોલ્સ અને ગેમ ઝોન, ગિફ્ટ આર્ટિકલ્સ અને ગારમેન્ટ્સ સ્ટોલ્સ, પ્રોડક્ટનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન

વિદ્યાર્થીઓએ આ આયોજનને સફળ બનાવવા માટે આધુનિક યુગના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે ઇન્સ્ટાગ્રામનો પણ પૂરતો ઉપયોગ કર્યો હતો અને અગાઉથી જ આ કાર્નિવલનો જોરશોરથી પ્રચાર કર્યો હતો.

ભવ્ય ઓપનિંગ સેરેમની

કાર્યક્રમના પ્રારંભે NCCના વિદ્યાર્થીઓ દ્વારા બેન્ડ અને એસ્કોટિંગ સાથે મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કૂલના ફાઉન્ડર અને ચેરમેન સંદીપ છોટાળા, કેમ્પસ ડાયરેક્ટર દીપેન છોટાળા, ભુવનેશ્વરી મંદિરના ડો. રવિદર્શન, પ્રફુલભાઈ ટોળીયા, અશ્વિનભાઈ રૈયાણી, વિનુભાઈ મોણપરા તેમજ પ્રિન્સિપાલ કિરણબેન છોટાળા અને દિવ્યાનીબેન ઝાલાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

મહેમાનોના હસ્તે રિબન કાપી, દીપ પ્રાગટ્ય અને શ્રીફળ વધેરીને બિઝનેસ ફેરને વિધિવત ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યારબાદ તમામ મહાનુભાવોએ દરેક સ્ટોલની મુલાકાત લઈ વિદ્યાર્થીઓના પ્રયાસોને બિરદાવ્યા હતા.

આકર્ષણનું કેન્દ્ર

એન્ટ્રી ગેટ પર જ સ્કૂલને મળેલા વિવિધ એવોર્ડ્સના મોટા હોર્ડિંગ્સ અને બિઝનેસ ફેરના આયોજન પાછળ વિદ્યાર્થીઓને મળેલા માર્ગદર્શનની તસ્વીરો મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. સાથે જ, મુલાકાતીઓ અને વિદ્યાર્થીઓના મનોરંજન માટે સ્ટેજ પર સાંસ્કૃતિક પર્ફોર્મન્સનું પણ સતત આયોજન કરવામાં આવ્યું છે.

default

સાંજે 5 વાગ્યે ‘વિન્ટર ફ્લેમ’ સ્પોર્ટ્સ મીટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જે આગામી બે દિવસ સુધી ચાલશે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્કૂલના કો-ઓર્ડિનેટર્સ અને સ્ટાફ પરિવારે ભારે જહેમત ઉઠાવી છે.કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેને લઈને એક ઇમરજન્સી એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

error: Content is protected !!