પંજેતની રામરહીમ ગ્રુપ ગોંડલ દ્વારા ગરીબ અને નિરાધાર વ્યક્તિઓને ધાબળા વિતરણ કરવામાં આવ્યા.
![]()
વર્ષ 2025માં હઝરત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી રહેમતુલ્લાહ અલૈહના 814મા ઉરસ મુબારકના પાવન અવસરે પંજેતની રામરહીમ સમૂહ લગ્ન ગ્રુપ, ગોંડલ દ્વારા એક સરાહનીય અને માનવતાભર્યો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ અંતર્ગત ગરીબ અને નિરાધાર વ્યક્તિઓને ધાબળા વિતરણ કરવામાં આવ્યા.
ગોંડલ શહેરના રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, ફૂટપાથ તથા વિવિધ વિસ્તારોમાં જ્યાં કડકડતી ઠંડીમાં નિરાધાર લોકો ખુલ્લા આકાશ નીચે સૂતા હોય છે, ત્યાં જઈને તેમને સ્વયં ધાબળા ઓઢાડી હૂફ અને ઉષ્મા પહોંચાડવાનો એક અનોખો અને દિલસ્પર્શી પ્રયાસ કરવામાં આવ્યો.

આ પુણ્ય કાર્ય ઇમ્તિયાઝભાઈ શેખ, ગણેશભાઈ જડેજા.કૃષ્ણસિંહ રાયજાદા તથા તેમની સમર્પિત ટીમ દ્વારા ખૂબ જ સુંદર આયોજન સાથે સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો.આ માનવસેવાના કાર્યને શહેરમાં વ્યાપક પ્રશંસા મળી અને સાચા અર્થમાં *“રામરહીમ”*ના સંદેશને જીવંત બનાવ્યો.આવો સેવાભાવ સમાજ માટે પ્રેરણારૂપ છે.












