ગોંડલ પત્રકાર સંઘના નવનિયુક્ત હોદ્દેદારોનું ખોડલધામ મંદીર ખાતે ભવ્ય સન્માન.

Loading

ગોંડલના ઇતિહાસમાં આશરે 35 વર્ષ બાદ તમામ પત્રકારો એક જ મંચ પર એકઠા થઈને સર્વાનુમતે પત્રકાર સંઘના હોદ્દેદારોની વરણી કર્યા બાદ, આજે આ નવનિયુક્ત ટીમ માં ખોડલના શરણે પહોંચી હતી.

કાગવડ સ્થિત ખોડલધામ મંદિર ખાતે પત્રકારોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી, જ્યાં તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.

માં ખોડલના આશીર્વાદ સાથે નવી સફરનો પ્રારંભ

તાજેતરમાં ગોંડલ ખાતે યોજાયેલી પત્રકાર સંઘની ઐતિહાસિક બેઠકમાં પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. આ નિમણૂકને વધાવવા અને પત્રકારોને પ્રોત્સાહિત કરવા માટે પાટીદાર સમાજની આસ્થાના કેન્દ્ર સમાન ખોડલધામ મંદિર ખાતે એક વિશેષ સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ખેસ અને શ્રી યંત્ર આપી કરાયું સન્માન

ખોડલધામ મંદિરના ટ્રસ્ટી મેહુલભાઈ ખાખરીયા અને યુવા અગ્રણી જીગરભાઈ સાટોડીયા દ્વારા પત્રકાર સંઘના હોદ્દેદારોને ખોડલધામનો ખેસ પહેરાવી તથા ‘શ્રી યંત્ર’ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ખોડલધામ વિદ્યાર્થી સમિતિ (KDVS) ગોંડલ દ્વારા અન્ય તમામ પત્રકાર મિત્રોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

ઉપસ્થિત મહાનુભાવો

આ પ્રસંગે પત્રકાર સંઘના નવનિયુક્ત હોદ્દેદારોમાં:
* પ્રમુખ: વિશ્વાસભાઈ ભોજાણી
* ઉપપ્રમુખ: ગૌરાંગભાઈ મહેતા
* સહમંત્રી: રૂષીકેશભાઈ પંડ્યા
* સહ ખજાનચી: સંકેતભાઈ બરવાડીયા
*કારોબારી : સાગરભાઈ કાચા

* પત્રકાર: નરેન્દ્રભાઈ પટેલ, ધ્રૃવભાઈ કાછડીયા, હરેશભાઈ ગણોદીયા, રવિભાઈ રામાણી, ક્રિશ પટેલ, આશીષભાઈ ગઢવી,આમદભાઈ ચૌહાણ, ચિરાગભાઈ ચાંગેલા, સાગરભાઈ ભુવા, કલ્પેશભાઈ સાકરીયા, જયમિતભાઈ જયસ્વાલ, સહિતના તમામ પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર પત્રકાર ટીમે ખોડલધામ સમિતિ અને ટ્રસ્ટીગણનો આ ઉષ્માભર્યા સન્માન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમથી પત્રકાર જગતમાં આનંદની લાગણી પ્રસરી છે અને ચારેતરફથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.

error: Content is protected !!