ગોંડલ ના મોટા ઉમવાડા માં જુગાર રમી રહેલા પાંચ જુગારીઓ ને રૂ. ૭૧,૫૪૦ ના મુદ્દામાલ સાથે જડપી લેતી તાલુકા પોલીસ:ત્રણ નાશી છુટ્યા.

Loading

ગોંડલ તાલુકા પોલીસે ઉમવાડા ની સીમ માં જુગાર રમી રહેલા પાંચ શખ્સોને જડપી લઇ કાર્યવાહી કરી હતી.પોલીસ ને જોઇ ને ત્રણ શખ્સો નાશી છુટ્યા હતા.

પ્રાપ્ત વિગત મુજબ તાલુકા પો.ઇન્સ. એ.ડી.પરમાર ના માર્ગદર્શન મુજબ તાલુકા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમીના આધારે ગોંડલ તાલુકાના મોટા ઉમવાડા ગામે આવેલ હેલાડાની વિડી તરીકે ઓળખાતી સીમમાં જાહેર જગ્યામાં કુલ આઠ ઇસમો જુગાર રમતા હોય દરમ્યાન રેડ કરતા ત્રણ ઇસમો પોલીસને જોઇ થયેલી નાશ ભાગમાં નાશી છુટ્યા હતા.જ્યારે ઇકબાલભાઇ કરીમભાઇ ચુડાસમા રહે.મોટા ઉમવાડા, કરશનભાઇ ધરમશીભાઇ મોરબીયા રહેશે મોટા ઉમવાડા, પ્રફુલભાઇ વાલજીભાઇ ગોસાઇ રહે[ગરનાળા , નવલદાન હરીસંઘભાઇ મહેડુ રહે.નાંદુ પીપળીયા ગામ તા.લોધીકા વિપુલભાઇ પુનાભાઇ મિઠાપરા રહે.મોટા ઉમવાડા ને જડપી લઇ
નાશી છુટેલા ધર્મેન્ દ્રભાઇ નારૂભા નાંધુ રહે.નાંદુ પીપળીયા તા.લોધીકા મનહરસિંહ ઉર્ફે ટીનુભા નરવિનસિંહ જાડેજા રહે.કાલમેઘડા ગામ તા.કાલાવડ , હીતેષભાઇ મયડા રહે.વેજાગામ ને જડપી લેવાં ચક્રોગતિમાન કર્યા હતા. પોલીસે રોકડ રૂપિયા ૩૪,૫૪૦ તથા કંપનીના મોટર સાઇકલ નંગ.-૨ જેની કુલ કિં.રૂ. ૩૭,૦૦૦ સહીત કુલ મુદ્દામાલ કી.રૂ. ૭૧,૫૪૦ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

error: Content is protected !!