ચકચારી અમીત ખુંટ આપઘાત પ્રકરણ માં ભોગબનનાર સગીરા નાં વકીલ ભુમિકાબેન પટેલ આજે સવારે સર્કીટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજી.
ચકચારી અમીત ખુંટ આપઘાત પ્રકરણ માં ભોગબનનાર સગીરા નાં વકીલ ભુમિકાબેન પટેલ આજે સવારે સર્કીટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજી પોતાના પર તાલુકા પોલીસ માં જુવેનાઈલ હેઠળ થયેલી ફરિયાદ અંગે અનેક સવાલો કરી પોલીસ અધિક્ષક હિમકરસિંહ, ડીવાયએસપી કે.જી.ઝાલા તથા તાલુકા પીઆઇ એ.ડી.પરમાર સામે આજ્ઞેપો નો મારો ચલાવી કહ્યુ કે જે સગીરા માટે હું કેસ લડુ છુ.તેના પિતાને પોલીસે હાથો બનાવી મારા પર એફઆઈઆર કરીછે.
તેમણે કહુયુ કે આ કોના ઇશારે થઇ રહ્યુ છે ? ભુમિકાબેન પટેલે કહ્યુ કે સેંસેટીવ મુદાની તપાસ કોન્ટ્રાવર્સી ધરાવતા પીઆઇ ને સોંપાઇ તે આશ્ર્ચર્ય કહેવાય.તેમણે કહ્યુ કે મારાં સિવાય કિર્તિ પટેલ,જાનકી, રાહુલ સહીતે સગીરાની ઓળખ છતી કરી છે શું તેના પર કેસ થશે ?એફઆઈઆર તા.30/7 નાં દાખલ થઈ અને તા.17/7 નાં એવુ જણાવાયું કે ઓળખ છતી કરવા અંગે ભુમિકાબેન પટેલ સામે ફરિયાદ થઈ છે.તો પોલીસ ને એવી શું ઉતાવળ હતી ? સરકારી વેબસાઈટ પર ફરિયાદ અપલોડ થઈ છે.અમિત ની સ્યૂસાઈડ પણ વાયરલ થઈ છે.તો કોઈ ઉપર કેમ ફરિયાદ ના થઈ? રાજકુમાર જાટ નાં મામલે કેમ તપાસ થતી નથી. પોલીસ માત્ર એક નેજ ટાર્ગેટ કરી રહીછે.ગોંડલ માં પોલીસ રાજ ચાલી રહ્યુ છે. અને એક જ પક્ષે કાર્યવાહી થઈ રહી છે.તેવુ જણાવ્યુ હતુ.