ગોંડલ બી’ડીવીઝન પોલીસે અલગ અલગ બે દરોડા માં જુગાર રમતા આઠ શખ્સો જડપ્યા.
ગોંડલ બી’ડીવીઝન પોલીસે જેતપુર રોડ તથા નવા માર્કેટિંગ યાર્ડ માં દરોડો પાડી જુગાર રમી રહેલા આઠ જુગારીઓ ને રુ.35,000 હજાર ની રોકડ સાથે જડપી લઇ કાર્યવાહી કરી હતી.
બી’ડીવીઝન નાં શક્તિસિંહ જાડેજા,હિતેન્દ્રસિંહ ગોહિલ, સુરપાલસિંહ સહીતે જેતપુર રોડ યોગી ઢોસા વાળી ગલી માં જુગાર રમી રહેલા પરસોતમભાઈ ઉર્ફ એ.સી.ગોપાલભાઈ ટીલાળા રહે.બાલદિપ સોસાયટી મવડી ચોકડી રાજકોટ, પિન્ટુભાઈ મેપાભાઇ ધ્રાંગીયા રહે.મોહનપાર્ક, તથા ઘનશ્યામભાઈ મગનભાઈ મારકણા રહે.સાંઢીયાપુલ વૃન્દાવન ગોંડલ ને રોકડ રુ.દશ હજાર સાથે જડપી લઇ કાર્યવાહી કરી હતી.બી’ડીવીઝન પોલીસે બીજો દરોડો નવા માર્કેટ યાર્ડ માં પાડી ભવાની ટ્રેડીંગ ની બહાર ખુલ્લા ફળીયા માં જુગાર રમી રહેલા દર્શન રામજીભાઈ પીપળીયા રહે.ગુંદાળા,ભદ્દેશભાઇ પરબતભાઇ ધડુક રહે.ઘોઘાવદર, રાજેશભાઈ કરશનભાઈ પીપળીયા રહે.માલવીયા નગર ગોંડલ, હિતેશભાઈ ગોરધનભાઈ નિરંજની રહે.શ્રીજી પાર્ક,ગોંડલ તથા હમીરભાઇ હિરાભાઇ સોંદરવા રહે.વોરાકોટડા રોડ હુડકો ક્વાર્ટર ને રુ.25,500 સાથે જડપી લીધા હતા.