ગોંડલ નગરપાલિકા તથા પોલીસ તંત્ર ની બેઠક યોજાઈ:લોકમેળા માં સંયુક્ત કામગીરી કરાશે:પોલીસ અને નગરપાલિકા સદસ્યોનુ વોટસઅપ ગૃપ બનાવાયું: લોકમેળા રોમિયોગીરી લુખ્ખાગીરી નહી ચાલે:પોલીસ નો આકરો મેસેજ.

Loading

જન્માષ્ટમી નાં તહેવારો માં યોજાતા ગોંડલ નાં ભાતીગળ લોકમેળા ને ગણતરીનાં દિવસો બાકી છે.ત્યારે મેળા માં કાયદો વ્યવસ્થા માટે નગરપાલિકાનાં સદસ્યો સહયોગી બને એ હેતુ થી શહેર નાં બન્ને ડિવિઝન નાં પીઆઇ દવારા નગરપાલિકા કચેરીએ મીટીંગ નું આયોજન કરાયુ હતું જેમાં સાત દિવસીય લોકમેળાને માણવા આવતાં લોકો કોઈ ભય વગર મુકતમને મેળો માણી શકે તે માટે કાયદો વ્યવસ્થા નાં આયોજન અંગે ચર્ચા કરાઇ હતી.

સંગ્રામસિંહ હાઈસ્કૂલ નાં મેદાન માં યોજાતા લોકમેળા માં શહેર તથા આસપાસ નાં પંથક નાં લોકો પરીવાર સાથે મેળો માણવાં ઉમટતાં હોય ટ્રાફિક વ્યવસ્થા અંગે પીઆઇ ગોહીલ તથા પીઆઇ રાવ દવારા જાણકારી આપી ટાઉનહોલ નાં ગ્રાઉન્ડ માં પાર્કીંગ વ્યવસ્થા કરાયાનું જણાવ્યું હતું.મેળા કમીટી નાં સદસ્ય આશિફભાઇ ઝકરીયા એ તાલુકા સ્કુલનાં પટ માં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર માંથી આવતા લોકો માટે વિનામૂલ્યે પાર્કીંગ વ્યવસ્થા નગરપાલિકા દ્વારા કરાયાનું જણાવ્યું હતું.પુર્વ નગરપતિ મનસુખભાઈ સખીયાએ મેળામાં ખિસ્સા કાતરુ તેનો કસબ અજમાવે તે પહેલા આગોતરી કામગીરી કરવા સુચન કર્યુ હતુ.


એ’ડીવીઝન પીઆઇ ગોહીલે મેળાનાં મેદાન માં સીસીટીવી કેમેરા કાર્યરત કરાશે તેવુ જણાવ્યુ હતુ.જ્યારે બી’ડીવીઝન પીઆઇ રાવે મેળા માં બે થી ત્રણ ટાવર બનાવી પોલીસ દ્વારા અસામાજીક તત્વો કે રોમિયોગીરી કરતા તત્વો પર વોચ રખાશે તેવું જણાવ્યું હતું.
પાલીકા સદસ્યો અને પોલીસ તંત્ર વચ્ચે સંકલન જળવાઇ રહે તે હેતુ થી વોટસઅપ ગૃપ બનાવાયુનું બન્ને પોલીસ અધિકારીઓ એ જણાવી જન્માષ્ટમી નાં પર્વ અને લોકમેળા ને લઇ ને શહેરભર માં બંદોબસ્ત અને સઘન પેટ્રોલિંગ કરાશે તેવુ જણાવ્યું હતુ.


નગરપાલિકા પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી,ઉપપ્રમુખ પરીતાબેન ગણાત્રા,કારોબારી અધ્યક્ષ ક્રિપાલસિંહ જાડેજા તથા ચીફ ઓફિસર અશ્ર્વીનભાઇ વ્યાસે લોકમેળા માં પોલીસ તંત્ર ને પુરો સહકાર અપાશે તેવી ખાત્રી આપી હતી.બેઠક માં નગરપાલિકાનાં સદસ્યો, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!