Ribda_રીબડા પેટ્રોલપંપ ફાયરિંગ પ્રકરણ : મુંબઈ-આગ્રાથી ભાડુતી શૂટરો સહીત ચાર ઝબ્બે.

Loading

ત્રણ માસ પૂર્વે આગ્રાના બાર ખાતે હાર્દિકસિંહની મુલાકાત વિપિનકુમાર જાટ સાથે થઈ’તી : માતાની કેન્સરની સારવાર અર્થે નાણાંની જરૂરિયાત હોય પાંચ લાખમાં ભડાકા કરવા તૈયાર થયો’તો :આગ્રાની એમ.એસ. હોટેલમાં અભિષેક અને પ્રાન્સુ જીંદલ નામના બંધુઓ સાથે મુલાકાત થતાં એક લાખની લાલચે બંને ગેંગમાં શામેલ થયાં:

જેલવાસ દરમિયાન મળેલ ઈરફાન કુરેશીને સાથે રાખી હાર્દિકસિંહે ફાયરિંગનો આખેઆખો પ્લાન ઘડ્યો : ઈરફાન વાહન ચલાવતો’તો જયારે વિપિને ભડાકો કર્યાનો ખુલાસો :

રૂરલ એલસીબી પીઆઈ વી વી ઓડેદરા, એસઓજી પીઆઈ એફ એ પારગી, ગોંડલ તાલુકા પીઆઈ એ ડી પરમાર ટીમની સંયુક્ત કાર્યવાહી : જિલ્લા પોલીસવડા હિમકરસિંહે સતત મોનીટરીંગ કરી માર્ગદર્શન પૂરું પાડ્યું :

રીબડા ખાતે પેટ્રોલપંપ પર ફાયરિંગની ઘટનામાં એક સપ્તાહ બાદ અંતે મુંબઈ અને આગ્રાથી ભાડુતી શૂટરો સહીત ચાર શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. જે બાદ આખેઆખી ઘટના પરથી પડદો ઊંચકાયો છે. હાર્દિકસિંહ જાડેજા ત્રણેક મહિના પહેલા આગ્રામાં દારૂના બારમા વિપીનકુમાર જાટને મળેલ હતો. તેને માતાને કેન્સરની સારવાર માટે પૈસાની જરૂરીયાત હોય જેથી રૂ.૫ લાખમાં ફાયરીંગ કરવા તૈયાર થયો હતો. જ્યારે આરોપી અભિષેક અને પ્રાન્સુ જીંદલ આગ્રામાં એમ.એસ. હોટલમાં મળ્યાં અને એક લાખમાં તે બંનેને ગેંગમાં સામેલ કર્યા હતા. જ્યારે સાબરમતી જેલમાં મળેલ ઇરફાન કુરેશીએ વિપેન સાથે મળી ગુનાને અંજામ આપ્યો હતો.


બનાવ ની પ્રાપ્ત વિગત મુજબ ગત તા. તા.૨૪/૦૭/૨૦૨૫ ના રોજ રાત્રીના સમયે ગોંડલ તાલુકાના રીબડા ગામે આવેલ રીબડા પેટ્રોલીયમ ખાતે બે બુકાનીધારી શખ્સો ડબલ સવારી બાઈકમાં આવી પાછળ બેસેલ શખ્સ દ્વારા પોતાની પાસે રહેલ હથીયારથી પેટ્રોલપંપ પર હાજર ફરીયાદીને જાનથી મારી નાખવાના ઇરાદે એક રાઉન્ડ ફાયરીંગ કરી બાઈકમાં નાસી છૂટ્યા હતાં. જે મામલે કોઠારીયા સોલવન્ટમાં રહેતા અને રીબડા ગામે આવેલ અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજા જયદીપસિંહ ભાગીરથસિંહ જાડેજાની માલિકીના રીબડા પેટ્રોલિયમમાં ફિલરમેન તરીકે નોકરી કરતા જાવેદભાઇ રહીમભાઈ ખોખર નામના 38 વર્ષીય યુવાને ફરીયાદ આપતા બે અજાણ્યા બુકાનીધારી ઇસમો વિરૂધ્ધ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં હત્યાનો પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.

મુખ્ય આરોપી:-હાર્દિક સિંહ જાડેજા હજુ પોલીસના હાથ થી દૂર.

ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, એસપી હિમકરસિંહ દ્વારા ગુન્હાનો તાત્કાલિક ભેદ ઉકેલવા અને આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપવામાં આવી હતી. ધોરાજી એએસપી સીમરન ભારદ્રાજ અને ગોંડલ ડીવાયએસપી કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરા, ગોંડલ તાલુકા પોલીસ મથકના એ.ડી.પરમાર, એસઓજી પીઆઈ એફ.એ.પારગીની રાહબરીમાં અલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ સોર્સીસ તથા હ્યુમન સોર્સીસ અને મોટા પ્રમાણમાં સી.સી.ટી.વી. ફુટેજ ચેક કરી માહિતી મેળવવામાં આવી રહી હતી. દરમિયાન હાર્દિકસિંહ જાડેજાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ ફાયરીંગ પોતે માણસો મોકલી કરાવેલ હોવાનો વીડીયો પોસ્ટ કરેલ હોય જે પણ ધ્યાને લઇ ટેકનીકલ સોર્સીસથી માહિતી મેળવવામાં આવી હતી.

પોલીસ તપાસ દરમિયાન ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ અન્ય રાજ્યમાં નાશી ગયેલ હોવાની માહિતી મળેલ હોય જેથી પોલીસની અલગ અલગ ટીમો બનાવી મહારાષ્ટ્રના મુંબઇ તથા ઉત્તરપ્રદેશના આગ્રા ખાતે તપાસમાં મોકલી આ ગુન્હામાં સંડોવાયેલા ચાર આરોપીઓને મુંબઇ તથા આગ્રા ખાતેથી પકડી ગુન્હામાં ઉપયોગ કરેલ હથિયાર અને બાઈક કબ્જે કરાયું હતું.
બનાવ અંગેપોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, હાર્દિકસિંહ જાડેજા અગાઉ ત્રણેક મહિના પહેલા આગ્રા ગયેલ ત્યારે તેને દારૂના એક બારમા વિપીનકુમાર જાટને મળેલ જે વિપીનકુમારના માતાને કેન્સર હોય અને તેને પૈસાની જરૂરીયાત હોય જેથી હાર્દીકસિંહે વિપીનકુમારને કહેલ કે, તારે ગુજરાતમાં એક ફાયરીંગ કરવાનુ છે, તેના બદલામાં તને પાંચ લાખ આપીશ. તેમજ અભિષેક જીંદલ અને પ્રાન્સુ જીંદલ આગ્રામાં એમ.એસ. હોટલમાં રહેતા હોય તે દરમ્યાન હાર્દિકસિંહ પણ તે હોટલમાં રહેવા ગયેલ હોય જેથી તેઓ સાથે મુલાકાત થયેલ અને અભિષેક જીંદલ તથા પ્રાન્સ જીંદલને પણ પોતાને ગુજરાતમાં ફાયરીંગ કરવાની વાત કરેલ અને તેના બદલામાં તેઓને એક લાખ રૂપીયા આપવાનું કહેલ હતું. તેમજ હાર્દિકસિંહને ઇરફાન કુરેશીની મુલાકાત સાબરમતી જેલમાં થયેલી જેથી તેને ઓળખતો હતો. જેથી ચારેય શખ્સોને ભેગા કરી કાયદેસરની ગેંગ બનાવી તમામ ઇસમોએ ભેગા મળી પ્લાન બનાવી ગુન્હાને અંજામ આપેલ હતો.

વધુમાં પોલીસે જણાવ્યું હતું કે આરોપી વિપીન અને ઈરફાન બંને ગુનાને અંજામ આપવા માટે રીબડા ખાતે આવ્યા હતા. જ્યાં ઈરફાન વાહન ચલાવી રહ્યો હતો અને વિપીને ફાયરિંગ કર્યું હતું. બાદમાં ચારેય શખ્સો તાત્કાલિક ગુજરાત છોડીને ભાગી ગયા હતા.

★★★★★બોક્સ★★★★★

શૂટરો આણી ગેંગમાં કોણ કોણ શામેલ?

* ઇરફાન ઉર્ફે સીપા મોહમદરઇસ કુરેશી (ઉ.વ.૩૨, રહે. અમદાવાદ, દાણીલીમડા, પાંચપીપળાની દરગાહ, આબાદનગરના છાપરા, દાણીલીમડા પોલીસ લાઇન સામે, મુળ, બરેલી મટકી ચોકી,રાયબરેલી (ઉત્તરપ્રદેશ)

* અભિષેકકુમાર પવનકુમાર જીંદલ/અગ્રવાલ (ઉ.વ.૨૮, રહે. મુળ. નવી પોસ્ટ ઓફીસ સુરજગંજ સાદાબાદ આગ્રા, ઉત્તરપ્રદેશ)

* પ્રાન્સુકુમાર પવનકુમાર જીંદલ/અગ્રવાલ (ઉ.વ.૨૯, રહે. નવી પોસ્ટ ઓફીસ સુરજગંજ સાદાબાદ જી.હાથરસ હાલ, આગ્રા, ઉત્તરપ્રદેશ )

* વિપીનકુમાર વિરેન્દ્રસીંગ જાટ (ઉ.વ.૨૬,રહે.નગલાકલી (સદાબાદ) મદકભોજ હાથરસ ઉત્તરપ્રદેશ)

અભિષેક વિપીનને અમદાવાદ મૂકી ગયો’તો : ફાયરીંગ બાદ પ્રાંશુએ યુપી ખાતે આશરો આપ્યો’તો
અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાની રીબડા સ્થિત પેટ્રોલ પંપ પર થયેલ ફાયરિંગના બનાવમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આગ્રા રહેતા અભિષેક અને તેના ભાઈ પ્રાંશુએ હાલનો ખર્ચો ઉપાડ્યો હતો. અભિષેક વિપેનને રાજકોટ મૂકવા માટે પણ આવ્યો હતો. જે બાદ ઈરફાન સાથે મળી બંને રીબડા પહોંચ્યા હતા. બાદમાં ફાયરિંગ કરીને નાસી જતાં પ્રાંશુએ યુપી ખાતે આશરો આપી તમામ ખર્ચ ઉઠાવ્યો હતો.

error: Content is protected !!