ગોંડલ નગરપાલિકા સંચાલીત લોકમેળાનું તળીયુ 79,81000 માં ગયુ:પાલીકાને 28,81000 નો બેઠો નફો: લોકમેળો રંગેચંગે યોજાશે.

Loading

ગોંડલ માં જન્માષ્ટમી નિમિતે સંગ્રામસિંહ હાઈસ્કૂલ નાં મેદાન માં નગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ યોજાતા લોકમેળા માટે ઓનલાઇન ટેન્ડર પદ્ધતિ દ્વારા ટેન્ડર ભરાયા હતા.


આજે ટેન્ડર ખોલવાની મુદત હોય નગરપાલિકા કચેરી નાં મીટીંગ હોલમાં પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી,ઉપપ્રમુખ પરીતાબેન ગણાત્રા,કારોબારી અધ્યક્ષ ક્રિપાલસિંહ જાડેજા,મેળા કમીટીનાં સદસ્યો ચંદુભાઈ ડાભી,અર્પણાબેન આચાર્ય, કૌશિકભાઈ પડાળીયા,હંસાબેન માધડ,નિલેશભાઈ કાપડીયા,અશ્ર્વીનભાઇ પાંચાણી,ઋષિરાજસિંહ જાડેજા,આસીફભાઈ ઝકરીયાની હાજરીમાં ટેન્ડર ખોલાતા સોથી ઉચા ભાવ રુ.79,81000 ભરનાર ભાર્ગવભાઇ હિતેશભાઈ પરમાર નું ટેન્ડર મંજુર થયુ હતુ.

કુલ છ ટેન્ડર ભરાયા હતા.જે પૈકી ભાર્ગવભાઇ પરમાર નો ઉચો ભાવ બોલાયો હોય સંગ્રામસિંહ હાઈસ્કૂલ નાં મેદાન નું તળીયુ તેમના ફાળે ગયુ હતુ. મેળાનાં મેદાન માટે ઓપસેટ પ્રાઇઝ રુ.51,00,000 રખાઇ હતી.હવે મેળાનું મેદાન રુ 79,81000 માં ગયુ હોય નગરપાલિકાને રુ.28,81,000 નો નફો થવા પામ્યો છે.અલબત્ત સ્ટેજ વ્યવસ્થા અને મેળાનુ સંચાલન નગરપાલિકા દ્વારા કરાશે.તેવુ કારોબારી અધ્યક્ષ ક્રિપાલસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ.

error: Content is protected !!