ગોંડલ સબ જેલમાં તંબાકુ, સિગારેટ, ફાકી સાથેના ઝબલાનો ઘા કરાયો:અજાણ્યા શખ્સ સામે બી ડિવિઝન માં ગુનો નોંધવામાં આવ્યો.

Loading

ગોંડલ સબ જેલ બહારથી કોઇ અજાણ્યા શખસે ઝંબલુ ઘા કર્યું હતું.જેમાં ફાકી,સીગારેટ, તંબાકુ તથા પાણીની બોટલ મળી આવી હતી. આ અંગે જેલરની ફરિયાદ પરથી ગોંડલ બી ડિવિઝનમાં અજાણ્યા શખસ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

ગોંડલ સબ જેલમાં સિગરેટ, પાન મસાલા, ફાંકી ભરેલું ઝબલું જેલની બહારથી અંદર ફેંકવામાં આવ્યું હતું ઉપરાંત ઠંડા પીણાની બે બોટલનો પણ ઘા કરવામાં આવતા જેલ કર્મચારીઓએ પ્રતિબંધિત ચીજ વસ્તુઓ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ સબ જેલના ઇન્ચાર્જ જેલર રાજેન્દ્રસિંહ અર્જુનસિંહ સોલંકીએ ગોંડલ ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે છેલ્લા બે વર્ષથી ગોંડલ સબ જેલના ઇન્ચાર્જ જેલ અધિક્ષક તરીકે ફરજ બજાવે છે. ગત તા.૩૦/૦૭/૨૦૨૫ ના રોજ એસઆરપીએફ ગ્રુપ-૧૩ ના કોન્સટેબલ એભાભાઈ રાણાભાઈ સાખડની ફરજ કોટ પાળી ગાર્ડ તરીકે હતી. દરમિયાન બપોરે આશરે પોણા ચાર વાગ્યે ગોંડલ સબ જેલ ખાતે મુખ્ય દીવાલની બહારના ભાગેથી અજાણ્યા શખસ દ્વારા મુખ્ય દીવાલ કુદાવી એક કાળા પ્લાસ્ટીકનુ ઝબલુ તથા અલગથી ઠંડા પીણાની બે બોટલ બહારથી ફેંકવામા આવેલ હતી. જે વોચ ટાવર નં.૪ ની અને યાર્ડ નં.૨ ની દીવાલની વચ્ચે પડ્યું હતું. જેથી જેલ કર્મચારીઓ દ્વારા જનરલ સુબેદાર જોઇન્સભાઈ એ.કલાસવાનાને જાણ કરવામાં આવી હતી.

બાદમાં જેલ અધિક્ષકની ઓફિસ ખાતે ઝબલું ખોલીને તપાસ કરતા તેમાંથી સુગંધીત તંબાકુ વાળા મસાલા નંગ-૨૫, સીગરેટના પાકીટ નંગ-ર તથા રજનીગંધા પાન મસાલાની પડીકી નંગ ૫ અને પથ્થરના ટુકડા આશરે ૧૦૦ ગ્રામ જેટલા મળી આવ્યા હતા. તેમજ અલગથી પ્લાસ્ટીકની ૫૦૦ મીલીની ઠંડા પીણાની બે બોટલ કબ્જે કરી બહારથી પ્રતિબંધિત ચીજવસ્તુઓ ફેંકનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

error: Content is protected !!