Gondal:ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે “ઇન્વેસ્ટિચર સેરેમની 2025–26” યોજાઈ.
![]()
ગોંડલની સુપ્રસિદ્ધ એવી ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલે 25 જુલાઈ, 2025ના રોજ અત્યંત ગૌરવભેર અને ઉલ્લાસપૂર્ણ માહોલમાં સ્કૂલની નવી સ્ટુડન્ટ્સ કાઉનશીલ મેમ્બરની નિમણૂક માટે “ઇન્વેસ્ટિચર સેરેમની 2025–26” નું ભવ્ય આયોજન કર્યું હતું.

શિક્ષણ સાથે અનુશાસન અને નેતૃત્વના મૂલ્યો પર આધારિત આ કાર્યક્રમમાં સ્કૂલના વિદ્યાર્થીઓને અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. આ ઇન્વેસ્ટિચર સેરેમની દ્વારા વિદ્યાર્થીઓમાં લીડરશીપ જેવા ગુણો કેળવાય છે. આવનારા સમયમાં આપણા રાષ્ટ્રના શ્રેષ્ઠ લીડર અને નાગરિક તરીકેની એમની ફરજ નિભાવી શકે એ માટે દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

આ કાર્યક્રમની શરૂઆતમાં NCC ના કેડેટ દ્વારા ખૂબ જ સુંદર પરેડ અને ટેબલ ડ્રીલ રજૂ કરવામાં આવી હતી, જેનાથી શાળાની શિસ્ત અને સંસ્કાર પ્રતિબિંબિત થયા હતા.આ ઇન્વેસ્ટિચર સેરેમની 2025–26માં સ્ટુડન્ટ્સ કાઉન્સિલ મેમ્બરની નવી કમિટીમાં સ્કૂલના હેડ બોય તરીકે વ્રજેશ રૂપાણી અને હેડ ગર્લ તૃષાર રાઠોર તેમજ રેસીડેન્સીયલ હેડ બોય તરીકે ધર્મ બામરોટીયા અને રેસીડેન્સીયલ હેડ ગર્લ રિતિકા વાયાની નિમણૂક કરવામાં આવી હતી.

આની સાથે સ્કૂલના ચારેય હાઉસ એટલે કે પરંપરા હાઉસ, પ્રતિષ્ઠા હાઉસ, સંસ્કાર હાઉસ અને અનુશાસન હાઉસના હાઉસ કેપ્ટન અને વાઈસ કેપ્ટનની નિમણૂક પણ કરવામાં આવી હતી. સાથે સાથે સ્કૂલની બીજી કાઉન્સિલ કમિટીના મેમ્બર જેમ કે, સ્પોર્ટ્સ કેપ્ટન, કલ્ચરલ હેડ અને વિવિધ સ્કૂલ ડિપાર્ટમેન્ટના ડીસીપ્લિન ઇન્ચાર્જીસની પણ નિમણૂક કરવામાં આવી હતી. આ સમગ્ર કાઉન્સિલ મેમ્બરની ટીમને સ્કૂલના સંસ્થાપક અને ચેરમેનશ્રી સંદીપ છોટાળા, કેમ્પસ ડાયરેક્ટર શ્રી દિપેન છોટાળા, પ્રિન્સિપાલ શ્રી દેવયાનીબેન ઝાલા અને દરેક ડિપાર્ટમેન્ટના કોઓર્ડિનેટર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ સાથે સ્કૂલના સિનિયર NCC કેડેટ અને જુનિયર NCC કેડેટને પ્રમાણપત્ર આપી એમની પ્રશંસા કરવામાં આવી હતી અને અન્ય રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે યોગદાન આપનાર વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.આ ઇન્વેસ્ટિચર સેરેમની દ્વારા વિદ્યાર્થીઓમાં જવાબદારી, નેતૃત્વ અને સેવાભાવનાનું બીજ રોપાયું હતું, જે આગામી વર્ષોમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં માઇલસ્ટોન સાબિત થશે.












