ગોંડલ નાં વેપારીએ ટ્રેન નીચે પડતુ મુકી આત્મહત્યા કરી.

Loading

  1. ગોંડલ માં બુટીક શોપ ચલાવતા યુવાન વેપારીએ કોઇ અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતુ મુકી આત્મહત્યા કરતા અરેરાટી ફેલાઈ છે. ગંભીર ઇજાઓ સાથે વેપારીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાતા રસ્તામાં જ દમ તોડી તોડી દિધો હતો.
    પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ નાં ગુણાતીત નગર માં રહેતા અને નાનીબજાર ડેરા શેરીનાં નાકે બુટીક શોપ ચલાવતા રવિભાઈ રાજેશભાઈ જીવરાજાની ઉ.33 ગત રાતે શ્રી હોટલ ની પાછળ આવેલા રેલ્વે ટ્રેક પર રાત્રે સાડા આઠ કલાકે વેરાવળ થી રાજકોટ જઇ રહેલી ટ્રેન હેઠળ પડતુ મુકી આત્મહત્યા કરી હતી.બનાવ અંગે 108 ઇમરજન્સી ને જાણ કરાતા દોડી ગયેલી એમ્બ્યુલન્સે તુરંત ઇજાગ્રસ્ત રવિભાઈ ને ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા.ત્યાંથી ખાનગી હોસ્પિટલ ખસેડાયા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.પરંતુ રાજકોટ પંહોચે તે પહેલા જ રવિભાઈ એ દમ તોડી દીધો હતો. મૃતક રવિભાઈ બે ભાઇઓ નાં સંયુક્ત પરિવાર માં રહેતા હતા.લગ્ન થયે પાંચ વર્ષ થયા હતા.બનાવ અંગે રેલ્વે પોલીસ નાં સંજયભાઈ વાળાએ તપાસ હાથ ધરીછે.
error: Content is protected !!