જેતપુર: લેન્ડ ગ્રેબીંગ તેમજ અન્ય ગંભીર પ્રકારના ગુન્હાઓમાં ફરાર આરોપીને ઝડપી પાડતી એલસીબી રાજકોટ રૂરલ.

Loading

જેતપુર: લૉકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ રૂરલની પ્રેસનોટ મુજબ ગઇ તા.૨૪/૦૮/૨૦૨૩ના રોજ જેતપુર સીટી પો.સ્ટે માં ફરીયાદ યુસુફભાઇ અલ્લારખાભાઇ દલવાણી રહે.રાજકોટ વાળાઓએ જેતપુર મુકામે ધોરાજી રોડ ઉપર આવેલ હાજી દાઉદ હોસ્પિટલ મેદાનમાં આવેલ આશરે ૩૦૦ વાર જમીન ઉપર રૂમ બનાવી ગે.કા. કબ્જો મીલકત પચાવી પાડવાના ઇરાદે કરેલ હોય જે બાબતે આરોપી- નઝીમ હબીબભાઇ પલેજા રહે. જેતપુર ગુજરાતીની વાડી શ્રી પાર્ક વાળા વીરૂધ્ધ જેતપુર સીટી પોસ્ટે ખાતે ગુ.૨.નં-૧૧૨૧૩૦૨૨૨૩૦૮૬૭/૨૦૨૩ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતીબંધ કાયદા ની કલમ-૪(૩),૩,૫(સી) મુજબનો ગુન્હો દાખલ કરાવેલ હોય.

ગુન્હો દાખલ થયેથી મજકૂર આરોપી આજદિન સુધી નાસતો ફરતો રહેલ હોય તેમજ ગઇ તા.૧૬/૦૩/૨૦૨૪ ના રોજ જેતપુર સીટી પો.સ્ટે માં ફરીયાદ છાયાબેન ડો/ઓફ કીશોરભાઇ બાટવીયા રહે. જેતપુર ગુજરાતીની વાડીવાળાઓએ પોતાના રહેણાંક મકાને ગે.કા.પ્રવેશ કરી ફરીયાદિ તથા સાહેદો ઉપર ખોટા આક્ષેપો કરી ધાક ધમકી આપી ફરીયાદિ તથા સાહેદો પાસેથી બળજબરીથી પૈસા કઢાવવા માટે કાવતરૂ રચી ગુન્હો કરેલની ફરીયાદ ત્રણ આરોપીઓ વીરૂધ્ધ જેતપુર સીટી પોસ્ટે ગુ.ર.નં-૧૧૨૧૩૦૨૨૨૪૦૧૭૨/૨૦૨૪ આઇ.પી.સી કલમ-૩૮૯,૩૫૪(બી), ૪૪૮,૩૨૩,૫૦૬(૨),૫૦૪, ૧૨૦(બી) મુજબનો ગુન્હો દાખલ કરાવેલ હોય.

જેમાં તપાસ દરમ્યાન આરોપી- નઝીમ હબીબભાઇ પલેજા રહે. જેતપુર ગુજરાતીની વાડી શ્રી પાર્ક વાળાનુ નામ ખુલેલ હોય જે બન્ને ગંભીર ગુન્હામાં મજકૂર આરોપી આજદિન સુધી નાસતો ફરતો રહેલ હોય

જેથી રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકરસિંહનાઓએ સદરહુ આરોપીને પકડી પાડવા સુચના કરતા જે અનુશંધાને આજરોજ એલ.સી.બી.શાખા રાજકોટ ગ્રામ્યના પો.ઈન્સ. વી.વી.ઓડેદરાની રાહબરી હેઠળ તથા પો.સબ.ઇન્સ. એચ.સી.ગોહીલ ના માર્ગદશન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે ગોંડલ ડીવીઝન વિસ્તાર માં પેટ્રોલીંગમાં હતા તે જે દરમ્યાન મળેલ હકિકત ના આધારે ઉપરોક્ત ગુન્હાઓના કામે નાશતા ફરતા આરોપીને ગોંડલ તાલુકા ની રીબડા ચોકડી પાસેથી પકડી ગોંડલ તાલુકા પો.સ્ટે ખાતે આગળ ની કાર્યવાહી માટે સોપી આપેલ છે.

અટક કરેલ આરોપી:
નઝીમ હબીબભાઇ પલેજા જાતે.સંધી ઉ.વ.૩૬ રહે. જેતપુર ગુજરાતીની વાડી શ્રી પાર્ક.

કામગીરી કરનાર ટીમ:
રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એચ.સી.ગોહીલ તથા એ.એસ.આઇ બાલકૃષ્ણભાઇ ત્રિવેદી તથા અમીતસીંહ જાડેજા તથા ઇન્દ્રસીંહ જાડેજા તથા જયવિરસિહ રાણા તથા અનીલભાઇ ગુજરાતી તથા પો.હેડકોન્સ. ભગીરથસિહ જાડેજા તથા મનોજભાઇ બાયલ તથા પો.કોન્સ. મહીપાલસિહ ચુડાસમા નાઓ દ્વારા કરવામાં આવેલ છે.

 

દિનેશ રાઠોડ દ્વારા. જેતપુર

error: Content is protected !!