મોરબી: ટેકનીકલ કર્મચારીઓનાં પ્રશ્ર્નો અંગે વીજ કંપનીના અધિકારીઓ સાથે મીટીંગ યોજાઈ.

Loading

તા. ૦૯/૦૭/૨૦૨૫, આજ રોજ મોરબી વર્તુળ કચેરી હેઠળ ફરજ બજાવતા ટેકનીકલ કર્મચારીઓનાં પ્રશ્ર્નો બાબતે ગુજરાત વિદ્યુત ટેકનીકલ કર્મચારી મંડળની અઘિક્ષક ઇજનેર સાહેબની અઘ્યક્ષતામાં અને માનનીય ડેપ્યુટી જનરલ મેનેજર રાઠવા, અઘિક્ષક ઇજનેર જેટકો, તથાં મોરબી -૧ અને ૨, વાંકાનેર, હળવદના કાર્યપાલક ઇજનેર અને એચ‌આરના વડાઓની ઉપસ્થિતીમાં ગુજરાત વિદ્યુત ટેકનીકલ કર્મચારી મંડળને એલસીસી મીટીંગ આપવામાં આવેલ હતીં.

આ મીટીંગમાં જેટકો પ્રાઇવેટ સબસ્ટેશન માં ૨૪×૭ નોકરી કરતાં ખાનગી કર્મચારીઓ ને લીધે લાઇન કામમાં જીવનું જોખમ વઘી જાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવા, મોરબી લેબમાં પુરતો સ્ટાફ આપવાં, સારી ગુણવત્તાવાળી ટુલ્સકીટ બેગ સલામતીના સાઘનો સાથે આપવા, ટીએ બીલ મોડા પાસ કરવામાં આવતાં હોય તે માટે ગંભીરતાથી લ‌ઇને યોગ્ય સુચના આપવા,

ડેપ્યુટેશનના ઓર્ડર રદ્દ કરવા, પીપરડી સબડીવીઝનમાં બાર કલાક ટેકનીકલ કર્મચારીઓ પાસેથી કામ લેવામાં આવતું હોય તે બંઘ કરવાં માટેની સફળ ચર્ચા કરેલ હતીં.

અને માનનીય સાહેબએ આ અંગે ગંભીરતાથી લ‌ઇને પ્રાઇવેટ સબસ્ટેશન માટે જેટકો નાં અઘિક્ષક ઇજનેર સાથે ચર્ચા કરીને યોગ્ય નિરાકરણ લાવેલ તથાં તમામ કાર્યપાલક ઇજનેરશ્રીઓને તાત્કાલિક નિરાકરણ લાવવા માટે નિર્દેશ આપેલ હતાં.

ટેકનીકલ કર્મચારીઓના પ્રશ્ર્નોના નિરાકરણ લાવવા માટેનાં હેતુથી સારાં વાતાવરણમાં મીટીંગ આપવા બદલ જીવીટીકેએમના હાજર હોદ્દેદાર જોઈન્ટ સેક્રેટરી જનરલ ભરતભાઈ મુસડીયા, ઉપપ્રમુખ જે.બી. જાડેજા, સર્કલ સેક્રેટરી જી.બી. ચાવડા, એમ.કે. સરડવા, વાય.કે. જાડેજા, જાનિભાઇ, અશોકસિંહ, ચૌહાણભાઇ, બાંમણીયાભાઇ, પંચાલભાઇ, રાઠોડભાઇ, કુકરવડીયાભાઇ એ તમામ અઘિકારીઓનો આભાર વ્યક્ત કરેલ છે.

 

દિનેશ રાઠોડ દ્વારા,

error: Content is protected !!