ગોંડલમાં ડો.આંબેડકર નાં નિર્વાણદિન નિમિત્તે કેન્ડલમાર્ચ યોજાઈ.
![]()
ડો.આંબેડકર નાં નિર્વાણદિન નિમિતે તા.૬ શુક્રવાર નાં વિશાળ કેન્ડલમાર્ચ નું આયોજન કરાયુ હતુ.ડો.બાબાસાહેબ આંબેડકર ઉત્સવ સમિતિનાં ઉપક્રમે સાંજે છ કલાકે કેન્ડલમાર્ચ માંડવીચોક થી પ્રયાણ કરી કડીયાલાઈન થઇ ખટારાસ્ટેન્ડ કડીયાલાઈન ડો.આંબેડકર ની પ્રતિમા એ પંહોચી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.

ઉત્સવ સમિતિ નાં પ્રમુખ મહેન્દ્રભાઈ સોલંકી,દિનેશભાઈ માધડ,શિવમ સાર્વજનિક ટ્રસ્ટ પ્રમુખ દિનેશભાઈ પાતર, નીતિનભાઈ સાંડપા,વિજયભાઈ પરમાર, મહેન્દ્રભાઈ ખિમસુરીયા,મુસ્લિમ સમાજ નાં આગેવાન ઇમરાનભાઈ કટારીયા, અફઝલભાઇ પરીયટ,ધમભાઇ કાથરોટીયા સહિત આગેવાનો તથા મેઘવાળ સમાજ ઉપસ્થિત રહી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.












