ગોંડલ તાલુકાના ગુંદાળા ગામ પાસેથી છળકપટ કે ચોરીથી મેળવેલ ટ્રેક્ટરની ટ્રોલી સાથે ચાર આરોપીઓને પકડી પાડતી લૉકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ રૂરલ.

Loading

રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક  અશોકકુમાર યાદવ  તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના નાયબ પોલીસ મહાનીરીક્ષક  જયપાલસિંહ રાઠૈાડ નાઓએ વણશોધાયેલ મીલ્કત વિરૂધ્ધના ગુનાઓ શોધી કાઢવા અંગે સુચનાઓ તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે એલ.સી.બી.રાજકોટ ગ્રામ્ય ના પોલીસ ઇન્સ.  વી.વી.ઓડેદરા તથા પોલીસ.ઇન્સ. ડી.જી.બડવા તથા પેરોલ ફર્લો શાખાના પોલીસ.ઇન્સ. એસ.જે.રાણા ની રાહબરી હેઠળ એલ.સી.બી.શાખાના સ્ટાફનાઓ મિલકત વિરૂધ્ધના ગુન્હાઓ કરતા ગુન્હેગારોને શોધી પકડી પાડવા માટેની કામગીરીમાં હતાં તે દરમ્યાન એલ.સી.બી સ્ટાફને મળેલ ખાનગી બાતમીદારો મારફતે મળેલ હકિકત આધારે ચાર ઇસમોને ગોંડલ તાલુકાના ગુંદાળા ગામ પાટીદળ ગામની ચોકડીએથી છળકપટ કે ચોરીથી મેળવેલ ટ્રેક્ટર ટ્રોલી સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહિ સારૂ ગોંડલ તાલુકા પો.સ્ટે સોંપી આપેલ છે.
અટક કરેલ આરોપીઓ
(૧) ઉમેશભાઇ જેરામભાઇ સોલંકી જાતે.ચુનારા ઉ.વ. ૪૫ રહે.ગોંડલ જામવાડી જી.આઇ.ડી.સી ખાડીયા
વીસ્તાર ગૈાશાળા ની સામે
(૨) અતીશ સન/ઓફ ઉમેશભાઇ જેરામભાઇ સોલંકી જાતે.ચુનારા ઉ.વ. ૨૦ રહે.ગોંડલ જામવાડી
જી.આઇ.ડી.સી ખાડીયા વીસ્તાર ગૈાશાળા ની સામે
(૩) કૈલાશ સન/ઓફ પરબતભાઇ બાલાભાઇ સોલંકી જાતે.ચુનારા ઉ.વ.૨૦ રહે.ગોંડલ જામવાડી
જી.આઇ.ડી.સી ખાડીયા વીસ્તાર ગૈાશાળા ની સામે
(૪) સતીષ સન/ઓફ જયસુખભાઇ પ્રભુભાઇ ડોડીયા જાતે.કારડીયા રાજપુત ઉ.વ. ૨૨ રહે.રાજકોટ
દુધસાગર રોડ દુધની ડેરી ની પાછળ સંજય નગર ના ખુણે
કબ્જે કરેલ મુદ્દામાલ 

(૧) લાલ કલરનુ મેસી ફર્ગુશન કંપનીનુ 241 DI મોડલનુ ટ્રેક્ટર રજી.નં-GJ-10-CG-4073 વાળુ કી.રૂ.૩,૦૦,૦૦૦/-
(૨) દુધીયા કલરની અમીધારા ટ્રેઇલર લખેલ નંબર વગરની ટ્રોલી કી.રૂ.૮૦,૦૦૦/-
આરોપીઓની પુછપરછમાં કબ્જે કરેલ દુધીયા કલરની અમીધારા ટ્રેઇલર લખેલ નંબર વગરની ટ્રોલીની
તા.૨૯/૦૭/૨૦૨૪ ના રોજ રાત્રીના સમયે ગોંડલ તાલુકાના ગરનાળા ગામેથી ગૈાશાળાની બાજુમાંથી
ચોરી કરેલની કબુલાત આપેલ છે.
કામગીરી કરનાર ટીમ-
રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. પોલીસ ઈન્સ. વી.વી.ઓડેદરા તથા પો.ઇન્સ. ડી.જી.બડવા તથા પેરોલ ફર્લો શાખાના પો.ઇન્સ. એસ.જે.રાણા તથા એ.એસ.આઇ બાલકૃષ્ણભાઇ ત્રીવેદિ તથા બ્રીજરાજસિંહ જાડેજા તથા પો. હેઙ કોન્સ. અનીલભાઇ ગુજરાતી તથા દિગ્વીજયસિંહ રાઠોડ તથા ધર્મેશભાઇ બાવળીયા તથા પો. કોન્સ.મહીપાલસિંહ ચુડાસમા તથા ભાવેશભાઇ મકવાણા નાઓ દ્રારા કરવામાં આવેલ છે.

 

error: Content is protected !!