ગોંડલ નાગરિક બેંકની ચુંટણીનાં પડઘમ વાગ્યા પંદર સપ્ટેમ્બરના ચુંટણીઃ સહકારી માહોલ ગરમાયો.

Loading

ગોંડલ નાં અર્થતંત્ર ની ધરોહર ગણાતી અને ૫૮૦૦૦ થી વધુ સભાસદ ધરાવતી નાગરિક સહકારી બેંક ની ચુંટણી આગામી પંદર સપ્ટેમ્બર નાં યેજાનાર છે. ચંટણી માં ભાજપ અને કોંગ્રેસ પ્રેરીત પેનલો વચ્ચે કાંટેકી ટક્કર સર્જાનાર હોય ધારાસભાની ચુંટણી જેવો માહોલ ગરમાયો છે.

ગોંડલ નાગરિક બેંક જીલ્લા ની પ્રગતિશીલ બેંક ગણાય છે.રાજકોટ, જશદણ, દેરડી, શાપર, સાણથલી સહિત આઠ બ્રાંચ ધરાવતી નાગરિક બેંકે છેલ્લા ત્રણ વર્ષ માં પ્રગતિ કરી ઝીરો એનપી અને ૩૬૦ કરોડની થાપણ સાથે રેકોર્ડબ્રેક નફો કરી રહીછે.

વર્તમાન સતાધીશો ની પાંચ વર્ષ ની મુદત પુર્ણ થતા ચુંટણી યોજાઈ રહી છે.જેમા અગીયાર ડિરેકટરો ની મતદારો દ્વારા પસંદગી થશે.

તા.૨૯ નાં ઉમેદવારી ફોર્મ રજુ કરાશે.ચકાસણી તા.૩૦ તથા તા.૩૧ નાં હાથ ધરાશે.ઉમેદવારી પત્ર પરત ખેંચવાની તા.૩ તથા ૪ સપ્ટેમ્બર તથા ઉમેદવારોનું ફાઈનલ ચિત્ર પાંચ સપ્ટેમ્બર નાં સ્પષ્ટ થશે.મતદાન તા.૧૫ રવિવાર નાં યોજાશે.અને મત ગણતરી મતદાન બાદ તુરંત હાથ ધરાશે.

ચુંટણી માં પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા નાં નૈતૃત્વ માં વર્તમાન ચેરમેન અશોકભાઈ પીપળીયાની પેનલ ચુંટણી લડશે એ નક્કી છે.સામા પક્ષે કોંગ્રેસ પ્રેરીત યતિષભાઈ દેસાઈની પેનલ ચુંટણી લડે તેવી શક્યતાઓ છે.હાલ મતદાર યાદી થી ચુંટણી પ્રક્રિયા શરુ થતા ઉતેજનાનો માહોલ સર્જાયો છે.

ચુંટણી ભલે નાગરિક બેંક ની હોય પણ શહેર માં ખાસ્સું મહત્વ હોય બન્ને પક્ષે ઉમેદવારો નક્કી કરવા કવાયત શરુ થઈ હોવાનું આધારભુત વર્તુળો એ જણાવ્યુ હતુ.

error: Content is protected !!