કોલકાતામાં થયેલા મહિલા ડૉક્ટરના રેપ અને હત્યાના વિરોધમાં IMA જેતપુર દ્વારા મામલતદારને અપાયું આવેદનપત્ર.

Loading

કોલકાતા આર.જી. કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી મહિલા ડૉક્ટર પર રેપ અને હત્યાના વિરોધમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશ જેતપુર બ્રાન્ચ દ્વારા આજે જેતપુર શહેર મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં IMA જેતપુર બ્રાન્ચ દ્વારા માંગ કરવામાં આવી હતી કે 09.08.2024ના રોજ કોલકાતામાં ઓન ડ્યુટી તાલીમાર્થી મહિલા ડોકટર પર રેપ અને ઘાતકી હત્યા થયેલ હતી. જેના આરોપીને તાત્કાલિક કડકમાં કડક સજા થાય, પીડિત પરીવારને રાહત મળે અને આવા બનાવ ન બને તેમજ હોસ્પિટલમાં ડોકટરો પર હુમલાના બનાવો રોકવા કડક કાયદો લાવવાની પણ માંગ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે જેતપુરની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા એક ડોકટર ઉપર પણ અગાઉ એક રાજકીય વ્યક્તિ દ્વારા રોફ જમાવવા માટે ગેરવર્તન કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ હતો. જો સરકાર દ્વારા હોસ્પિલમાં ફરજ બજાવતા ડૉક્ટરોના સરંક્ષણ માટે કાયદો બનાવવામાં આવે અને તેની ચોક્કસ અમલવારી કરવામાં આવે તો ભગવાનનું બીજું નામ એવા ડોકટરોને રાહતનો શ્વાસ મળશે.

error: Content is protected !!