ગોંડલ રંગાયું દેશભક્તિના રંગમાં આઇકોનિક પ્લેસ ખંભાલીડાની બૌદ્ધ ગુફાઓ ખાતે તિરંગાયાત્રાની ભવ્ય ઉજવણી.

આગામી સ્વાતંત્ર્ય પર્વને લઈને રાજ્ય સરકારે ‘‘હર ઘર તિરંગા’’ અભિયાન અંતર્ગત મોટા પાયે ઉજવણી કરવાનું આયોજન કર્યું છે. આ અન્વયે ૧૫ ઓગસ્ટ સુધી રાજ્યભરમાં તિરંગા યાત્રા યોજાશે.

જે અંતર્ગત રાજ્યના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરતમાં રાજ્યકક્ષાના કાર્યક્રમો યોજાશે. જેના ભાગરૂપે તા.૧૨ ઓગસ્ટ સોમવારના રોજ ગોંડલના ખંભાલીડા હેરિટેજ સ્થળ ખાતે પ્રાંત અધિકારીશ્રી ગોંડલના અધ્યક્ષસ્થાને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

        આ તકે, ખંભાલીડા ખાતે દેશની આન, બાન અને શાન એવા તિરંગાની યાત્રામાં સૌ મોટી સંખ્યામાં જોડાયા હતા. રેલીમાં બાળકોએ અલગ-અલગ  નારા બોલાવી ભારત માતા પ્રત્યેનો પ્રેમ વ્યકત કર્યો હતો. જેના લીધે સમગ્ર વિસ્તાર દેશભક્તિના નારાઓથી ગુંજી ઊઠ્યો હતો. ઉપરાંત રાજ્યરક્ષિત સ્મારક – બૌદ્ધ ગુફાઓ ખાતે આઝાદીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

      

આ કાર્યક્રમમા વિવિધ સરકારી કચેરીઓના અધિકારીશ્રી કર્મચારીશ્રી, પોલીસ જવાનો, તેમજ વિદ્યાર્થીઓ, સામાજિક કાર્યકર, ગામના આગેવાનો તથા લોકો હર્ષભેર જોડાયા હતા. તિરંગા યાત્રા બાદ તમામે વ્યસનમુક્તિની પ્રતિજ્ઞા લીધી હતી તેમજ વૃક્ષારોપણ કર્યું હતું.

error: Content is protected !!