ગોંડલ માં દારૂ-બિયર ભરેલી કારે રૂરલ LCBના બે કોન્સ્ટેબલને લીધા અડફેટે : કાર રબારીકા મેવાસા રોડ પર થી જડપાયી:રુ.16,89,300 નો મુદ્દામાલ જપ્ત.
બાતમી આધારે તપાસમા રહેલા બે કોન્સ્ટેબલને હડફેટે લેતા ઇજાગ્રસ્ત, ખાનગી હોસ્પિટલમાં સારવાર માં ખસેડવામાં આવ્યા:કાર રબારીકા મેવાસા રોડ પર થી જડપાયી:રુ.16,89,300 નો મુદ્દામાલ જપ્ત:
ગોંડલમાં દારૂ-બિયર ભરેલી કારે રૂરલ LCB બ્રાન્ચના બે કોન્સ્ટેબલને અડફેટે લેતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. નાશી છુટેલી કાર જેતપુર નાં રબારીકા મેવાસા રોડ પર થી જડપાયી જવા પામી હતી.અલબત્ત તેનો ચાલક નાશી છુટ્યો હતો .
પોલીસે કાર તથા દારુ બીયર સહિત રુ.16,89,300 નો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ માં જેતપુર રોડ સાંઢિયા પુલ પર દારુ બીયર નાં જથ્થા સાથે ઇનોવા કાર પસાર થવાની બાતમી મળી હોય રૂરલ LCB બ્રાન્ચ તપાસ માટે ઉભી હતી. તે દરમિયાન જશદણ તરફ થી જેતપુર જઇ રહેલી દારૂ બીયર નો જથ્થો ભરેલી GJ01KV – 588 નંબર ની ઇનોવા કાર ને થોભાવવા કોશિશ કરતા કાર ચાલકે પુરપાટ ભગાવી LCB બ્રાન્ચના કોન્સ્ટેબલ વાઘાભાઈ આલ અને દિગ્વિજયસિંહ રાઠોડને હડફેટ લેતા બન્ને ને ઇજા થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અને બે ખાનગી કાર ને નુકસાન થવા પામ્યું હતું. સમગ્ર ઘટના ને લઈને LCB બ્રાન્ચના PI વી.વી. ઓડેદરા ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
દરમ્યાન ઈનોવા કારને અન્ય LCBની ટીમે જેતપુરના રબારીકા મેવાસા ગામ તરફ જવાના રોડ પરથી ઝડપી પાડી હતી. જેમાં કાર ચાલક ફરાર થઇ જવા પામ્યો હતો. કારમાથી વિદેશી દારૂની 390 નંગ બોટલ, 528 બિયર ના ટીન, એક ઇનોવા કાર મળી કુલ 16,89,300/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે ઇનોવા કાર ચાલક ફરાર આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી