ગોંડલ શહેર – તાલુકા તેમજ યુવા ભાજપ દ્વારા દસ હજાર તિરંગા વિતરણ કરાયા : ધારાસભ્ય ગીતાબા જાડેજા કાર્યક્રમમાં જોડાયા.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં દેશમાં આગામી 15 ઓગસ્ટ હર ઘર તિરંગા અભિયાન સમગ્ર ભારતભરમાં ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે આજરોજ શહેર ભાજપ – તાલુકા અને યુવા ભાજપના હોદેદારો દ્વારા શહેરના જેલચોકમાં આવેલ જનસુવિધા કેન્દ્ર પાસે તિરંગા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

દસ હજાર તિરંગા વિતરણ કરાયા

આઝાદીના અમૃત કાળમાં રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્ર ચેતનાને પ્રબળ બનાવવાના ઉદેશ સાથે આગામી સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે ઠેર ઠેર હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે જેને લઈને ગોંડલ શહેર – તાલુકા અને યુવા ભાજપના હોદેદારો દ્વારા જેલચોક પાસે તિરંગા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય ગીતાબા જાડેજાની ઉપસ્થિતિમાં રાહદારીઓ, વાહનચાલકો, બાળકો, વિદ્યાર્થીઓ સહિતના લોકોને દસ હજાર તિરંગા વિતરણ કરાયા હતા અને સાથે 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ દીવસે સૌ નાગરિકો પોતાના ઘર, ઓફિસ, દુકાન પર તિરંગો લહેરાવી રાષ્ટ્રભક્તિ બતાવીએ તેવી અપીલ કરવામાં આવી હતી.

ભાજપના હોદેદારો તિરંગા વિતરણમાં જોડાયા

આજરોજ ભાજપના હોદેદારો દ્વારા યોજાયેલ તિરંગા વિતરણ કાર્યક્રમમાં નગરિક બેંક ના ચેરમેન અશોકભાઈ પીપળીયા, શહેર ભાજપ પ્રમુખ ઉપેન્દ્રસિંહ ચુડાસમા, મહામંત્રી સમીરભાઈ કોટડીયા, નગરપાલિકા ઉપપ્રમુખ કાંતાબેન સાટોડીયા, નગરપાલિકા ના સદસ્યો, સંગઠન તેમજ મોરચાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા યુવા ભાજપ પ્રમુખ જીગરભાઈ સાટોડીયા, મહામંત્રી જેકીભાઈ પરમાર, મોહિતભાઈ પાંભર, જીલભાઈ ગોહિલ, લખનભાઈ કોટડીયા, અંકિતભાઈ કોટડીયા, કાનાભાઈ કાછડીયા, ધવલ ગોહેલ તેમજ સોશ્યલ મીડિયાના વિપુલભાઈ જાદવ, સચિનભાઈ સહિતના યુવા મોરચાના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!