ગોંડલ યુ.એલ.ડી. કન્યા વિદ્યાલયમાં જાથાનો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો : 1500થી વધુ વિદ્યાર્થીનીઓએ કાર્યક્રમ નિહાળ્યો.

ગોંડલ લેઉઆ પટેલ કન્યા કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતિ જે. એમ. કાછડીયા છાત્રાલય, શ્રીમતિ યુ.એલ.ડી. કન્યા વિદ્યાલય, મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે છાત્રાઓ, વાલીમાં અંધશ્રદ્ધા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો જનજાગૃતિ કાર્યક્રમ આજરોજ યોજાયો હતો. યુ.એલ.ડી છાત્રાલયના વિશાળ પટાંગણમાં વિજ્ઞાન જાથા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયા ધારદાર વકતવ્ય આપી વૈજ્ઞાનિક સમજ આપી હતી. જાથાનો આ ૧૦,૦૪૫ મો કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ થયો હતો. છાત્રાલયના ટ્રસ્ટીઓ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો.

ગોંડલ યુ.એલ.ડી. કન્યા છાત્રાલય ખાતે કાર્યક્રમનું વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉદ્દઘાટન ટ્રસ્ટના પ્રમુખ વિઠ્ઠલભાઈ ધડુક એ કર્યું હતું. આ પ્રસંગે ઉપપ્રમુખ કચરાભાઈ વૈષ્ણવ, ટ્રસ્ટી જગદીશભાઈ વેકરીયા, શશિકાન્તભાઈ રૈયાણી, કુરજીભાઈ વીરડીયા, કિશોરભાઈ ભાલાળા, કાંતિભાઈ સરધારા, અમૃતભાઈ ઠુંમર, વ્યવસ્થાપક મુકેશભાઈ માવાણી, આચર્યા એન. ડી. દેસાઈ, ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટાફ, શૈક્ષણિક સ્ટાફ, વાલી, આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહયા હતા.વિજ્ઞાન જાથા દ્વારા વિવિધ પ્રયોગો કર્યા હતા.

વિજ્ઞાન જાથા દ્વારા આજરોજ યોજાય કાર્યક્રમમાં વિવિધ ચમત્કારિક પ્રયોગો જેમાં એકના ડબલ, હાથમાં કંકુ-ભસ્મ, લોહી નીકળવું, શ્રીફળનું આપોઆપ સળગવું, અગ્નિ સ્વયંભુ પ્રગટવું, ભુવાની સાંકળ મારવાની ડીંડકલીલા, ધૂણવું- સવારીની ધતિંગલીલા, બોલતું તાવિજ, નજરબંધી, હઝરતમાં જોવું, જીભની આરપાર ત્રિશુલ નાખવું, ઉકળતા તેલમાંથી હાથેથી પૂરી તળવી, કાનેથી ચિઠ્ઠી વાંચવી, મનગમતી મીઠાઈ ખવડાવવી, વશીકરણ વિગેરે પ્રયોગોનો લાઈવ ડેમો બતાવી ત્યારબાદ તમામ પ્રયોગોની પોલ ખોલી ઉપસ્થિત તમામ લોકોને આ પ્રયોગો શીખડવામાં આવ્યા હતા.

સુરત સત્ય શોધક સભાના પૂર્વ પ્રમુખે વિશેષ હાજરી આપી વિજ્ઞાન જાથા દ્વારા યોજાયેલ જન જાગૃતિ કાર્યક્રમમાં ચમત્કારી પ્રયોગ નિદર્શનમાં જાથાના વિમોદ વામજા, અંકલેશ ગોહિલ, પ્રમોદ પંડયા, નિર્ભય જોશી, બીલડીના બટુકભાઈ બારોટ, ગુલાબસિંહ ચૌહાણ, રવિ પરબતાણી, રોમિત રાજદેવ, ચંદ્રિકાબેન, એડવોકેટ હર્ષાબેન પંડયા, એડવોકેટ ભાવનાબેન વાઘેલા તેમજ સુરત સત્ય શોધક સભાના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ દેગામી વિશેષ હાજરી આપી પ્રયોગ નિદર્શનમાં ભાગ લીધેલ હતો.છાત્રાલયની વિદ્યાર્થીનીઓમાં કાર્યક્રમને લઈને જાગૃતિ આવશે.

યુ.એલ.ડી કન્યા છાત્રાલયના આચાર્ય એન. ડી. દેસાઈએ જણાવ્યું કે આજરોજ યોજાયેલ વિજ્ઞાન જાથાનો જન જાગૃતિ કાર્યક્રમનો મુખ્ય હેતુ સંસ્થામાં અભ્યાસ કરતી 1500થી વધુ શાળા-કોલેજની છાત્રાઓ અને વાલીઓ માટે જ્ઞાન-વિજ્ઞાનનો કાર્યક્રમ આગામી દિવસોમાં ઉપયોગી સાબિત થશે તેવું અંતમાં જણાવ્યું હતું.

error: Content is protected !!