ગોંડલ બ્લોક દ્વારા સંગ્રામસિંહજી માધ્યમિક શાળા ગોંડલ ખાતે તાલીમ આયોજન.
શૈક્ષણિક વર્ષ ધોરણ એક અને બે માં નવી શિક્ષણ નીતિ આધારે તાલીમ ખાતે અને NCF -SCF આધારે નવા અધ્યયન સંપૂટ તૈયાર કરવામાં આવેલ છે આ અધ્યયન સંપૂર્ણ અન્ય શૈક્ષણિક સામગ્રી અંગેની રાજ્ય કક્ષાએ તાલીમ આયોજન પૂર્ણ થતાં જિલ્લા કક્ષાએ માસ્ટર ટ્રેનર ની ત્રણ દિવસની તાલીમનું આયોજન કરવામાં આવેલ.જે અંતર્ગત ચાર તાલુકાની MT તાલીમ ગોંડલ ખાતે આયોજન રહ્યું જેમાં.જસદણ ,કોટડા સાંગાણી અને વિછીયાની તાલીમ ગોંડલ ખાતે સંગ્રામસિંહજી માધ્યમિક શાળા ખાતે પૂર્ણ થયે હવે પછી તમામ તાલુકા ના ધોરણ 1 અને 2 ના શિક્ષકો સુધી આ તાલીમ તૈયાર થયેલા MT દ્વારા આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે.તમામ તાલીમ અયોજનકર્તા ગોંડલ બ્લોક અને માર્ગદર્શન શ્રી ડો.કેતન ભાઈ ભટ્ટી નું રહ્યું હતું. ઉપરાંત સ્ટેટ ટીમ થી આવેલા શ્રી વિમલ ભાઈ પટેલ ની મુલાકાત અને માર્ગદર્શન તેમજ ssa ઓફિસ જિલ્લા ટીમ થી આવેલા શ્રી સોનલ બેન દવે નું માર્ગદર્શન તેમજ તજજ્ઞ મિત્રો ની શીખવા શીખવવાની જિજ્ઞાસા આવનાર તાલીમ માટે જાણે પૂર્વ તૈયારી રૂપ બની રહી હતી.