ગોંડલ નાં મોટામહીકા રોડ પર વિદેશી દારુ નાં જથ્થા સાથે છોટા હાથી જડપાયુ:બે શખ્સો સાથે રુ.૭,૭૬,૨૦૦ નો મુદ્દામાલ જપ્ત કરતી તાલુકા પોલીસ.
ગત રાત્રીનાં તાલુકા પોલીસે મોટામહીકા રોડ પર મામાદેવ મંદિર પાસેથી છોટા હાથી જડપી લઇ તલાશી લેતા તેમાથી વિદેશી દારુ ની રુ.૫,૫૬,૨૦૦ ની કીંમત ની ૧૩૬૩ બોટલ મળી આવતા છોટા હાથી સહિત કુલ રુ.૭,૭૬,૨૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી ચાલક તથા તેની સાથે રહેલા અન્ય શખ્સ ને જડપી લઇ કાર્યવાહી કરી હતી.
પુછપરછ માં વિદેશી દારુનો જથ્થો ગોંડલ નાં બે શખ્સોનો હોવાની કબુલાત આપતા પોલીસે તેની શોધખોળ કરીછે.
પ્રાપ્ત વિગત મુજબ ગત રાત્રીના તાલુકા પોલીસ નાં સંજયભાઈ,પ્રતાપસિંહ,કીશનભાઇ,રાજેશભાઈ,મયુરસિંહ,રાજદેવસિહ,રવિરાજસિંહ સહિત નો સ્ટાફ પેટ્રોલીંગ માં હતો
ત્યારે બાતમી મળેલ કે મોટા મહીકા રોડ પર વિદેશી દારુ નો જથ્થો ભરેલું વાહન પસાર થવાનુ હોય વોચ ગોઠવતા જીઓ 3 એએકસ ૨૦૯૮ નંબર નું છોટા હાથી શંકાસ્પદ હાલત માં નિકળતા અટકાવી તલાસી લેતા તેમાથી વિદેશી દારુ મળી આવતા ચાલક વિજય કિશોરભાઈ પરમાર રે.ગોંડલ સરકારી હોસ્પિટલ સામે નદી કાંઠે તથા કપુરીયા પરા માં રહેતા પાર્થ ઉર્ફ ગુડ્ડુ ભીમાભાઇ ડાભી ને જડપી લઇ પુછપરછ કરતા દારુનો જથ્થો ગોંડલ રહેતા રાજુ ભીખાભાઇ પરમાર તથા ભાવેશ દુધરેજીયા નો હોવાનુ ખુલતા બન્ને ને જડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી.