ગોંડલ ની સેન્ટમેરી નાં ફાધર ને રાત્રે સપનું આવે અને સવારે ફી માં વધારો થાય:સેન્ટમેરી સ્કુલ માં ૨૫ ટકા નાં ફી વધારા સામે વાલીઓ રોષીત:કારોબારી અધ્યક્ષે રાજેન્દ્રસિંહ જાડેજા ઉગ્ર વિરોધ કરતા ફી વધારો પાછો ખેંચાયો:
ગોંડલ ની સેન્ટમેરી સ્કુલ માં કોઈ પણ જાતનાં કારણ વગર કે વાલીઓ ને જાણ કર્યા વગર સ્કુલ નાં ફાધર દ્વારા ૨૫ ટકા ફી વધારો કરાતા વાલીઓ માં રોષ ફાટી નિકળ્યો હતો.ફી વધારા અંગે નગરપાલિકાનાં કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજાને જાણ થતા સેન્ટમેરી સ્કુલે દોડી જઇ સ્કુલ નાં ફાધર નાં તઘલખી નિર્ણય સામે આગબગુલા બની ઉગ્ર રજૂઆત કરતા ફાધર ની શાન ઠેકાણે આવી હતી અને ફી વધારો પાછો ખેંચાયો હતો.વધુમાં સ્કુલ બસ ની ફી માં પણ કરાયેલ વધારો પાછો ખેંચવા બાહેંધરી અપાઇ હતી.સ્કુલ નાં પુસ્તકો ખરીદવા પોતાના માનીતા બુકસ્ટોર માંથીજ ફરજિયાત પુસ્તકો ખરીદવાનો નિર્ણય પણ બદલી કોઈ પણ બુકસ્ટોર માંથી પુસ્તકો ખરીદી શકાશે તેવી ખાત્રી અપાતા વાલીઓ એ રાહત નો શ્ર્વાસ લીધો હતો.
પ્રાપ્ત વિગત મુજબ અત્રેની સેન્ટમેરી સ્કુલ નાં અંદાજે ૧૬૦૦ વિદ્યાર્થીઓ પર સ્કુલ ઉઘડતા જ ૨૫ ટકાનો ફી વધારો ઠોકી દેવાતા વાલીઓ રોષીત બન્યા હતા.ખાસ કરી મધ્યમવર્ગીય પરિવાર નાં વિદ્યાર્થીઓ માટે ફી વધારો અસહ્ય હોય સેન્ટમેરી સ્કુલ નાં તઘલખી નિર્ણય અંગે લડાયક અગ્રણી અને કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજાને જાણ કરાતા તેઓ સેન્ટમેરી સ્કુલે દોડી જઇ સ્કુલ નાં ફાધર સીજો ને ઉગ્ર રજૂઆત કરી હતી.
રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે સામાન્ય રીતે કોઈ પણ સ્કુલ માં ફી વધારો કરતા પહેલા જીલ્લા ફી નીવારણ સમિતી ને દરખાસ્ત કરી મંજુરી લેવાની હોય છે.વ્યાજબી કારણો બાદ ફી વધારાની મંજુરી અપાતી હોય છે.પરંતુ સેન્ટમેરી સ્કુલ માં ફાધર સીજો દ્વારા કોઈ મંજુરી વગર જાણે તેઓને રાત્રે સ્વપ્ન આવ્યું તેમ સવારે ૨૫ ટકા ફી વધારાનો નિર્ણય ફરમાવી દેવાયો હતો.
રાજેન્દ્રસિંહ જાડેજાની રજૂઆત ને લઈ ને ઢીલાઢફફ બનેલા ફાધર સીજો એ તુરંત ફી વધારો પરત ખેંચ્યો હતો.વધુમાં સ્કુલ બસ માટે પણ ફી વધારો કરાયો હોય તે અગે યોગ્ય કરવા ખાત્રી આપી હતી.સ્કુલ દ્વારા ફતવો બહાર પડાયો હતો કે સ્કુલ નાં પુસ્તકો કે નોટ બુકસ તેમના માનીતા ચોક્કસ બુકસ્ટોર માંથીજ ખરીદવા તે અગે પણ ફેરફાર કરી વાલીઓ કોઈ પણ બુકસ્ટોર માંથી પુસ્તકો ખરીદી શકશે તેવું જણાવ્યું હતું.
રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે શહેર ની અન્ય કેટલીક સ્કુલોમાં પણ ફી સહિત કેટલાક તઘલખી નિયમો દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ પરેશાન થઈ રહ્યા છે.જેની સામે આગામી સમય માં વાલી મંડળ ની રચના કરી ન્યાયિક રજૂઆત દ્વારા આવાઝ ઉઠાવાશે.