પરેશભાઈ પ્રજાપતિ ના અધ્યક્ષસ્થાને ગોંડલ પત્રકાર એકતા પરિષદ ની મહત્વની મીટીંગ મળી.

ગોંડલ પત્રકાર એકતા પરિષદના પ્રમુખ પદે પૃથ્વીસિંહ જાડેજા ની સર્વાનુમતે વરણી.

પત્રકારોના સર્વાંગી વિકાસ અર્થે કાર્યરત પત્રકાર એકતા પરિષદના અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા ની સૂચના અનુસાર, સૌરાષ્ટ્ર પ્રભારીશ્રી પ્રજાપતિ પરેશભાઈ મુલિયાના અધ્યક્ષ સ્થાને આજરોજ તારીખ ૨ જૂન રવિવારના રોજ ગોંડલ સર્કિટ હાઉસ ખાતે પત્રકાર એકતા પરિષદ- ગોંડલ તાલુકાની મીટીંગ યોજાઈ હતી.

રાજકોટ જિલ્લા તથા શહેરની કારોબારી તેમજ સૌરાષ્ટ્ર પ્રભારી ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ ગોંડલ તાલુકાની મિટિંગમાં બોહડી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહયા હતા. સૌરાષ્ટ્ર પ્રભારીશ્રી પ્રજાપતિ પરેશભાઈ મુલિયા દ્વારા પત્રકાર એકતા પરિષદ ની સિદ્ધિઓ અને ઉપલબ્ધિઓ તથા કાર્ય પદ્ધતિની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

સંગઠનને વેગવંતુ બનાવવા ઉપસ્થિત સૌ પત્રકાર મિત્રોએ વિગતવાર ચર્ચા વિચારણા કર્યા બાદ સર્વનુમતે, લોકશાહી ઢબે તથા પૂર્ણ પારદર્શકતા સાથે ગોંડલ તાલુકા ના પ્રમુખ પદે પૃથ્વીસિંહ જાડેજા, ઉપપ્રમુખ તરીકે આશિષભાઈ વ્યાસ, મંત્રી પદે સંકેતભાઈ બરવાળીયા, સહમંત્રી તરીકે મહમદ કૈડા, ખજાનચી આમદભાઈ ચૌહાણ, સંગઠન મંત્રી ઋષિકેશ પંડયા, તથા કારોબારી સભ્ય તરીકે વિપુલભાઇ વાણીયા, અફઝક પરિયટ, કમલેશભાઈ ભટ્ટ, ભાવેશભાઈ ભોજાણી, અશોકભાઇ મકવાણા, માનવ ભોજાણીની સર્વાનુમતે વરણી કરાઈ હતી.

પત્રકાર એકતા પરિષદ દ્વારા આગામી સમયમાં જિલ્લા તથા તાલુકા કક્ષાએ કરવામાં આવનાર પ્રવૃત્તિઓ અને તે દ્વારા પત્રકારોને થતા ફાયદા અને લાભો અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.

રાજકોટ જિલ્લા સહ પ્રભારી આમિતભાઈ પરમાર રાજકોટ જિલ્લા પ્રમુખ પરાગભાઈ ચૌહાણ, ઉપપ્રમુખ મનિષભાઈ ચાવડા, મંત્રીશ્રી હિમાંશુભાઈ ઠક્કર, શહેર મંત્રીશ્રી સુનિલભાઈ પાડલીયા, મયુરભાઈ પરમાર, મુસ્તાકભાઈ બેલીમ, રિધ્ધિબેન ગોસ્વામી, વિશેષ ઉપસ્થિતિ રહી નવનિયુક્ત તાલુકા હોદેદારોને શુભેચ્છા તથા પત્રકારોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

ગોંડલ તાલુકાના બહોળી સંખ્યામાં ઉપસ્થિત પત્રકાર મિત્રોએ ઉત્સાહભેર મિટિંગમાં ભાગ લઈ વાતાવરણને વધુ સંગઠિત બનાવ્યું હતું.

નવનિયુક્ત તાલુકા પ્રમુખ પૃથ્વીસિંહ જાડેજા તથા ઉપપ્રમુખ આશિષભાઈ વ્યાસ દ્વારા મીટીંગની ભવ્ય સફળતા માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતી.

આ મીટીંગ થી ગોંડલ તાલુકાના પત્રકાર મિત્રોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. *પત્રકાર એકતા પરીષદ ઝિંદાબાદ..* ના નારા સાથે મિટિંગ ને પુર્ણાહુતી કરવામાં આવી હતી. ત્યારબાદ પત્રકાર મિત્રોએ હોટલમાં સમૂહ ભોજન લીધું હતું.

error: Content is protected !!