જેતપુર: નીતિ નિયમોને નેવે મૂકનારા ગેમ ઝોનના માલિક વિરુદ્ધ દાખલ થઈ FIR.

રાજકોટમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં થયેલ દુર્ઘટનાને લઈને જેતપુરનું તંત્ર પણ હરકતમાં આવ્યું છે. જેમાં મળતી માહિતી મુજબ જેતપુર નવાગઢ નગરપાલિકાની કચેરીના જાવક નંબર 68/2024, તા. 29/05/2024 થી જેતપુર નવાગઢ નગરપાલિકાના વિસ્તારમાં ફાયર સેફ્ટી કમિટીની રચના કરવામાં આવેલ છે. જેને લઈને આ ફાયર સેફ્ટી કમિટીના સભ્ય જયદિપ સેંજરીયા, ઇન ચાર્જ સર્કલ ઓફીસર, જેતપુર જેમને જેતપુર નવાગઢ નગરપાલિકા વિસ્તારમાં આવતી બિલ્ડીંગોની મુલાકાત કરી FIRE NOC અને BU પરમીશનની ચકાસણી વિગેરે કરવાની કામગીરી સોંપેલ આવેલ હોય.

જેમણે જૂનાગઢ રોડ, શ્રીનાથજી ટાવર, પ્લે અગેન ફન ઝોન નામની દુકાને આ પ્લે અગેન ફન ઝોન નામના ગેમઝોનમાં સંચાલક પાસે FIRE NOC ન હોય તેમજ માણસોની જીંદગીની સલામતી માટેના નિયમ મુજબના કોઇ સાધનો નહી રાખી બેદરકારી રાખી મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ગેમઝોન લાયસન્સ વગર ચલાવતા મળી આવતા.

પ્લે અગેન ફન ઝોન નામના ગેમઝોનમાં સંચાલક કેવીન ધર્મેશ જયસ્વાલ વિરુદ્ધ ગત રોજ 30 મેના રોજ જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં IPC કલમ 336 તથા જી.પી.એકટ કલમ 131 (એ) મુજબ FIR દાખલ થયેલ છે. આ ફરિયાદમાં ઇન ચાર્જ સર્કલ ઓફીસર જયદિપ સેંજરીયા પોતે જ ફરિયાદી બન્યા છે.

દાખલ થયેલ FIR મુજબ ગેમઝોનની અંદર એક લાકડાનું રીસેપ્શન ટેબલ. એક કાચની નાની ચોરસ ઓફીસ જેમાં TV તથા એક એમ્લીફાયર જોવામાં આવેલ હતું. ગેમેઝોનની અંદર કુલ 03 AC તથા અલગ અલગ પ્રકારની કુલ 14 પ્રકારની ઇન્ડોર ગેમ્સ રમવા માટેના મશીનો તેમજ દીવાલો ઉપર ફાયર સેફ્ટી માટે 06 કી.ગ્રા. ના બે ફાયર એસ્ટીંગ્યુશર લગાવેલ હતા. તેમજ ગેમઝોનમાં માણસોની જીંદગીની સલામતી માટેના નિયમ મુજબના કોઇ સાધનો નહોતા.

દિનેશ રાઠોડ દ્વારા જેતપુર

error: Content is protected !!