Rajkot Game Zone Fire: ગેમ ઝોન અગ્નિકાંડમાં મૃત્યુઆંક 33 પર પહોંચ્યો, રાજકોટ હિબકે ચડ્યું.

રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડમાં મૃત્યુઆંક 32 પર પહોંચ્યો છે. આ લાગવાની ઘટનામાં એટલી ભયંકર હતી કે, તેમાં 33 લોકોના મોત થયા છે.

રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડમાં મૃત્યુઆંક 33 પર પહોંચ્યો છે. આ લાગવાની ઘટનામાં એટલી ભયંકર હતી કે, તેમાં 33 લોકોના મોત થયા છે. TRP ગેમઝોનમાં 33 લોકોના મોતની ઘટના બનતા અરેરાટી મચી જવા પામી છે. 33 લોકોના મોતથી સમગ્ર રાજકોટ શહેર હિબડે ચડ્યું છે. શહેરમાં સન્નાટો ફેલાઈ ગયો છે. રાજકોટ સિવિલમાં એમ્બ્યુલન્સના થપ્પા લાગી ગયા છે. મળતી માહિતી પ્રમાણે હજુ પણ મૃ્ત્યુઆંક વધવાની આશંકા છે. હાલમાં 33 મૃતદેહ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા છે.

માતા-પિતા અથવા ભાઈ-બહેનના સ્વજનોના સેમ્પલિંગ લેવાયા છે. DNA ટેસ્ટ બાદ જ મૃતદેહોની ઓળખ થશે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હાલ મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે.

આગની એટલી ભીષણ છે કે, તેને કાબુમાં લેવા મોટી સંખ્યામાં ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે મોકલવામાં આવી હતી. આ ઉપરાંત ઘાયલોને સારવાર માટે લઈ જવા 15થી વધુ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે તૈનાત કરાઈ હતી. ફાયર સેફ્ટીના સાધનોમાં ખામી હોવાનું પ્રાથમિક તારણ જણાઈ રહ્યું છે. રાજકોટ અગ્નિકાંડમાં મૃત્યુનો આંકડો 33 પર પહોંચી ગયો છે.

રાજકોટ કલેક્ટર અને અધિકારીઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. એક બાદ એક મૃતદેહ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી રહ્યા છે. 33 લોકોના મોત થતા સમગ્ર શહેરમાં હાહાકાર મચી ગયો છે.

માલિક યુવરાજસિંહ સોલંકી અને બે મેનેજર યજ્ઞેશ પાઠક અને નીતિન જૈન સહીત 10 લોકોની અટકાયત કરવામાં આવી છે. હાલ તો સમગ્ર અગ્નિકાંડ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

 

SITની રચના કરવામાં આવી

આઈપીએસ સુભાષ ત્રિવેદીના નેજા હેઠળ SITની રચના કરવામાં આવી છે. અમદાવાદ ચીફ ફાયર ઓફિસર પણ SITમાં સામેલ છે. હાલમાં મળતી માહિતી પ્રમાણે SIT ના સભ્યો રાજકોટ જવા રવાના થઈ ગયા છે.

રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂપિયા ૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા ૫૦ હજારની સહાય કરશે. ટીઆરપી આગકાંડ મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું છે અને સહાયની જાહેરાત કરી છે. સીએમએ સોશિયસ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું,

રાજકોટમાં આગની દુર્ઘટના હૃદય કંપાવનારી છે. આ ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓ અને તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂપિયા ૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા ૫૦ હજારની સહાય કરશે.

error: Content is protected !!