ગોંડલ લેઉવા પટેલ કન્યા કેળવણી મંડળ દ્વારા આવતી કાલે સ્નેહ મિલન અને દાતાઓ નું સન્માન યોજાશે.

ગોંડલ લેઉવા પટેલ કન્યા કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 25 વર્ષથી ચાલતી શૈક્ષણિક સંસ્થા કન્યા છાત્રાલયમાં હવે આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું કોલેજ બિલ્ડીંગ નિર્માણ થનાર છે. લેઉવા પટેલ કન્યા કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા આવતીકાલે બપોર બાદ 6 થી 8 રમેશભાઈ ધડુક ના અધ્યક્ષ સ્થાને કન્યા છાત્રાલય ના દાતાઓનું સન્માન અને સ્નેહ મિલન યોજવામાં આવશે. મોટી સંખ્યા માં લેઉવા પટેલ સમાજ ના પરિવારજનો ઉમટી પડશે. આ કાર્યક્રમની ભવ્ય તૈયારીઓ જેમાં લાઇટિંગ, મંડપ, ડેકોરેશન, સ્ટેજ સહિત ની તૈયારીઓ ને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

શ્રી લેઉવા પટેલ કન્યા કેળવણી મંડળ ટ્રસ્ટ ગોંડલ અને શ્રી મતી જે.એમ.કાછડીયા લેઉવા પટેલ કન્યા છાત્રાલય ના સંયુક્ત ઉપક્રમે આવતી કાલે 4 મે શનિવારે સાંજે 6 થી 8 રમેશભાઈ ધડુક ના અધ્યક્ષ સ્થાને દાતા સન્માન અને લેઉવા પટેલ સમાજ નું સ્નેહ મિલન યોજવામાં આવશે.

આ કાર્યક્રમ નો ઉદેશ સમાજના જરૂરિયાત મંદ લોકોની દીકરીઓના ઉચ્ચશિક્ષણ માટે આગામી સમય માં નિર્માણ થનાર શાળા અને કોલેજ નું આંતરરાષ્ટ્રીય કક્ષાનું “વિધા શક્તિ ભવન” માં જે દાતાઓએ દાતારી બતાવીને સહયોગ કરેલ છે તેનો સન્માનિત કાર્યક્રમ યોજવામાં આવશે. અને સાથે સાથે નવી પેઢી શિક્ષિત અને દીક્ષિત બને સમાજ માં એકતાના દર્શન થાય એ હેતુથી આ કાર્યક્રમ માં લેઉવા પટેલ સમાજ ના સહકુટુંબ પધારવા શ્રી લેઉવા પટેલ કન્યા કેળવણી મંડળ ટ્રસ્ટના પ્રમુખ વિઠ્ઠલભાઈ ધડુક અને સમગ્ર ટ્રસ્ટી મંડળ દ્વારા ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

અગિયાર હજારથી વધુ દીકરીઓને શિક્ષિત કરાઈ સંસ્થાના વડા વિઠ્ઠલભાઈ ધડુકના વડપણ હેઠળ ગોંડલમાં સમાજની દીકરીઓને સારું શિક્ષણ અને ઉચ્ચ સંસ્કાર મળે તેવા ઉમદા હેતુથી શરૂ કરાયેલા લેઉવા પટેલ કન્યા છાત્રાલયમાં હાલ ધો. 7 થી કોલેજ સુધીના અભ્યાસ માટે આસપાસના 200 જેટલા ગ્રામ્ય વિસ્તારોમાંથી આવે છે. આ સંસ્થા દ્વારા છેલ્લા 25 વર્ષમાં અગિયાર હજારથી વધુ દીકરીઓને શિક્ષિત કરાઈ છે. જેમાંથી અનેક વિદ્યાર્થીનીઓ અધિકારી, સરકારી કે ઉચ્ચ પોસ્ટ પર સમાજ અને સંસ્થાનું નામ રોશન કરી રહી છે.50 જેટલા ઓડિટોરિયમ ટાઈપના ક્લાસ રૂમ તૈયાર થશે

સંસ્થાના પ્રમુખ વિઠ્ઠલ ધડુકના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં LKG થી લઇ ડબલ ગ્રેજ્યુએશન થ્રુ આઉટ અંગ્રેજી માધ્યમના વર્ગો માટે આંતરરાષ્ટ્રીય કક્ષાનું બિલ્ડીંગ તૈયાર થવા જઈ રહ્યું છે. જે ભવિષ્યમાં અન્ય રાજ્યો અને દેશની યુનિવર્સીટી સાથે સંલગ્ન કરી ઉચ્ચ અભ્યાસ આપવા તત્પર છીએ. આ અદ્યતન બિલ્ડીંગમાં 50 જેટલા ઓડિટોરિયમ ટાઈપના
ક્લાસ રૂમ આધુનિક ટેક્નોલોજી, ડિજિટલ અલગ અલગ ફેકલ્ટીની 8 વિશાળ લેબ, 2 ભવ્યાતિભવ્ય લાઇબ્રેરી સહિતની સુવિધાઓ પુરી પાડવામાં આવશે. કોમ્પિટિશન એક્ઝામ માટે કોચિંગ ક્લાસ શરૂ કરાશે આ સંસ્થામાં એજ્યુકેશન સાથે સાથે દીકરીઓ કોમ્પિટિશન એક્ઝામ કે વિવિધ સરકારી નોકરી મેળવવા માટેની તૈયારી માટે કોચિંગ ક્લાસ પણ શરૂ કરાશે. જેમાં નિપુણ અધ્યાપકો તેમને માળારૂપ બનશે.

પોલિટિકલ, જર્નાલિઝમ, નર્સિંગ સહિતના વિભાગો શરૂ કરાશે આ સંસ્થા દ્વારા આગામી સમયમાં ઇન્ફોરમેશન ટેકનોનોલોજી, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સી, પોલિટિકલ સાયન્સ, જર્નાલિઝમ, લો, બી.કોમ, આર્ટસ તેમજ નર્સિંગ જેવા કોર્ષ માટે પણ કોલેજમાં વિભાગો શરૂ કરાશે.

error: Content is protected !!