ગોંડલ ડો.બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિતે મહારેલી સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી : કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા ઉપસ્થિત રહ્યા.

ગોંડલ ભારતના બંધારણના નિર્માતા, ભારત રત્ન, દેશના પ્રથમ કાયદા મંત્રી અને વિદ્વાન અર્થશાસ્ત્રી, પ્રખર સામાજિક અને રાજકીય લીડર એવા શ્રી ડો.બાબા સાહેબ આંબેડકરજીની 133 મી જન્મ જયંતિ નિમિતે સમસ્ત મેઘવાળ સમાજ તેમજ ડો. બાબા સાહેબ આંબેડકર ઉત્સવ સમિતિ દ્વારા એક મહારેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહારેલી ભગવતપરા આંબેડકર નગર મેઘવાડ સમાજ ની વાડીએ થી ભવ્ય મહારેલી નું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.શહેરના વિવિધ રાજમાર્ગો પર રેલી ફરી હતી

આજરોજ ડો. બાબા સાહેબ આંબેડકરજીની 133મી જન્મ જયંતિ નિમિતે સવારે 10 કલાકે શહેરના ભગવતપરા મેઘવાડ સમાજની વાડીએ થી મહારેલી પ્રસ્થાન કરી હોસ્પિટલ ચોક, ટાઉનહોલ રોડ, કડીયાલાઈન ખટારા સ્ટેન્ડ ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરજી ની પ્રતિમાને ફુલહાર કરી પુષ્પાંજલિ આપવામાં આવી હતી. રેલીના સમગ્ર રૂટ પર ધજા, પતાકા, લાઇટિંગ થી સુશોભિત કરવામાં આવ્યું હતું. તેમજ મહાપુરુષો, શહીદો ના ફોટા સાથે બેનર તેમજ ડો. બાબા સાહેબ અંબેડકરજીના હોર્ડિંગ સમગ્ર રૂટ પર લગાવવામાં આવ્યા હતા.વિવિધ સમાજ દ્વારા ઠંડા પીણા સ્ટોલ ઉભા કરાયા હતા.

ગોંડલ ડો. બાબા સાહેબ આંબેડકરજીની 133મી જન્મ જયંતિ નિમિતે મહારેલી દરમ્યાન ભગવતપરા ખાતે સમસ્ત ભરવાડ સમાજ, હોસ્પિટલ પુલ પર સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ, કડીયા લાઈન ખાતે સુન્ની મુસ્લિમ ખાટકી સમાજ, મેઘવાળ સમાજ યુવા સંગઠન ના આગેવાનો દ્વારા રેલી માં જોડાયેલ સમાજ ના લોકો ને લચ્છી – સરબત સહિતના ઠંડા પીણા પીવડાવવામાં આવ્યા હતી અને હિન્દુ – મુસ્લિમ ભાઈચારાની એકતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ગોંડલમાં હિન્દુ – મુસ્લિમ સમાજનું એકતા નું પ્રતીક જોવા મળ્યું હતું.

કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ ગોંડલ ડો.બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિતે યોજાયેલ મહારેલી ને સર્વે સમાજના લોકો દ્વારા રેલી નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કડીયાલાઈન ખાતે ડો. બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને સમાજ ના આગેવાનો,તમામ રાજકિય પક્ષના આગેવાનો સામાજિક સંસ્થા ના લોકો દ્વારા ફુલહાર અર્પણ કરી પુષ્પાંજલિ આપવામાં આવી હતી.

આ તકે કેન્દ્રીય મંત્રી તેમજ પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખભાઈ માંડવીયા, સાંસદ રમેશભાઈ ધડુક, યુવા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ જાડેજા, ક્ષત્રિય અગ્રણી અનિરુદ્ધસિંહ જાડેજા – રિબડા,SRP ગ્રુપ – 8 ના DYSP એમ.ડી. પરમાર ઘોઘાવદર દાસીજીવણ સાહેબ ની જગ્યા ના મહંત શામળદાસ બાપુ, બાંદ્રા ઊગમ સ્થાન મહંત ગોરધનદાસ બાપુ ઉપસ્થિત રહ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા મહેન્દ્રભાઈ સોલંકી, અનિલભાઈ માધડ, ગિરધરભાઈ સોલંકી, દિનેશભાઇ માધડ, જય માધડ, નવીનભાઈ સોલંકી, મહેન્દ્રભાઈ ખીમસૂરિયા, રમેશભાઈ મકવાણા, સચિનભાઈ વિંઝુડા, દિનેશભાઇ પાતર, સહિત ના લોકો એ જહેમત ઉઠાવી હતી. તેમજ મહારેલી દરમ્યાન ગોંડલ સીટી એ – બી ડિવિઝન, LCB, SOG, હોમગાર્ડ તેમજ TRB સ્ટાફ ખડેપગે રહ્યા હતા.

 

error: Content is protected !!